________________
સમાગમ જીવને ક્વચિત્ પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે...
જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રોનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક ૮૨૫) ‘સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે.'
શ્રીમદ્ રાજચંદ્ર (૩૭૫) પત્રાંક ૧૭૨માં તેઓશ્રી કહે છે – સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું? વળી,
જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી.' (૨૦૦)
યથા જે સત્પરુષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સહેજે આત્મબોધ થાય.. તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી નમસ્કાર હો.”
પત્રાંક ૪૯૩) (ભક્તિ – પત્રસાહિત્ય) હિંદી ભાષામાં કાવ્ય દ્વારા જણાવ્યું છેઃ
થમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો... વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યું ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે”
યમનિયમ એટલે વ્રત, સંયમ એટલે જીવરક્ષા. આમ, જીવને અનંતકાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં, પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. તે આશ્ચર્યકારક છે. પછીના અધ ભાગમાં શ્રીમદ સત્ સાધના બતાવી છે. મોક્ષનો અલૌ િમાર્ગ સગુરુ વિના મળવો દુષ્કર છે. સહજ આત્મસ્વરૂપ પરમગુરુ અને છેવટે ભક્તિમાં ધર્મનું રહસ્ય બતાવતાં કહે છે:
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૭