________________
(૨) ધર્મ વડે અર્થ પેદા કરું. (૩) સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (૪) જીવ હિંસક વેપાર કરું નહીં. (૫) નીતિ વિના સંસાર ભોગવું નહીં. (૬) કુટુંબને સ્વર્ગ બનાવું. વગેરે.
તેમના લગ્નકાળના લખાણ જોતાં એ સ્પષ્ટ થાય છે કે તેમાં આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંચે છે. પોતાની હાથનોંધ અત્યંતર પરિણામ અવલોકનમાં શ્રીમદ્ લખે છે –
‘ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસલીએ
તેમ વધે ન ઘટે રંચ રે.” ઉદય કર્મ મહાવીરને પણ ભોગવવા પડ્યા – તેમ સર્વને વેચવા પડે છે. કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાયનું ભાષાંતર વિશેના પત્રમાં શ્રીમદ્ લખે છે - દ્રવ્યાનુયોગની મહત્તા - સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે – હાથનોંધમાં એ ઉપકાર દર્શાવતા લખે છે હે કુંદકુંદદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.'
સત્તર અઢાર વર્ષની વયે તેમણે દગંતિક દોહરા (લગભગ ૮૦) જે શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ્ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં છપાવ્યા છે, તે રચ્યા છે જેમાં નીતિવ્યવહારનો ઉપદેશ દાંત સહિત છે. યથા –
ફરી ફરી મળવો નથી આ ઉત્તમ અવતાર, કાળી ચૌદશ ને રવિ આવે કોઈક વાર’ વળી’
હોય સરસ પણ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય, કેમ કટારી કનકની પેટ વિશે ઘોંચાય?”
બુદ્ધિપ્રકાશ' સામાયિકમાં શૂરવીર-સ્મરણનામે તેમણે લખેલ ૨૪ સવૈયા છપાયા છે. પત્રોમાંથી પ્રગટતા વિચારરત્નો – સાહિત્યનો ગૂઢાર્થ
પત્ર (૧) ભક્તિ
(૨) સદ્ગુરુ સત્કૃત સતસંગનો મહિમા દર્શાવતા વચનો – શ્રીમદે તેમના પત્રોમાં, લખાણોમાં અને આત્મસિદ્ધિશાસ્ત્રમાં પ્રત્યક્ષ સત્પુરુષ-સદ્ગુરુનો અતિશય મહિમા ગાયો છે. આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સન્દુરુષોનો
પ૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો