________________
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસે,
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભવ બતલાઈ દિવે તેમણે રચેલ બીજું હિંદી કાવ્ય ૧૯૪૭માં રચેલ છે.
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત,
સેવે સદ્દગુરુ ચરન, સો પાવે સાક્ષાતું.’ આવા કેટલાક પદો પણ હિંદીમાં રચ્યા છે – જે ઊંડા ઊતરી વિચારવા યોગ્ય છે.
વ્યવહાર અને નિશ્ચયનય વિશે સુંદર ભાષામાં સમજાવી સમગ્ર જૈન પ્રવચનનો સાર આપી દીધો છે અદ્ભુત રીતે કહીને
વ્યવહારસે હૈ દેવ જિન, નિર્ચે સે હૈ આપ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચન કી છાપ' પત્રાંક ૬૩૧માં કહે છે તે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ – એ જ વાત કરી છે – હિંદી પદમાં – જબ જાન્યો નિજ રૂપકો તબ જાન્યો સબ લોક” વચનાવલી (
૨૭)માં કહ્યું છે – જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સતસુખનો વિયોગ છે.
‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે. મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે (૫૮ પત્રાંક) માર્ગને પામેલો માર્ગ પમાડશે' (૧૬૬) એમ લખી માર્ગનો મર્મ તેમણે ખુલ્લો કર્યો છેપત્રાંક (૫૪૮)માં કહ્યું છે.
‘જ્ઞાની પુરુષનો સત્સંગ થયે અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે એ વાત પ્રગટ સત્ય છે.
જ્ઞાની પ્રત્યે પરાભક્તિ – એટલે પરમાત્મા પ્રત્યે ભક્તિ – કારણ કે જ્ઞાની તો પરમાત્મા જ છે. દેહધારી પંચ પરમેષ્ઠિ મંત્રમાં નમો અરિહંતાણં પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાનીની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૨૨૩)
પત્રાંક (૭૭૧)માં અતિસુંદર, ભાવવાહી શબ્દોથી, અદ્દભુત વચનશૈલીથી જણાવ્યું છે કે – “સપુરુષ કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગ વિના સમકિત આવવું કઠણ છે – તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે. (૭૭૧)
આ વચનામૃતથી એ નિયમ સાબિત થાય છે કે પરમાર્થ માર્ગની પ્રાપ્તિ તથા રૂપ પુરુષના પ્રત્યક્ષ યોગથી થાય છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્ત સદ્દગુરુ લક્ષ,
૫૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો