________________
૨૭
ચૌલુકન્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ
જ્યારે વિ.સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨),૬૭ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬),૬૮ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૫૮-૬૯), ૬૮ વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. “૧૨૧૦) અને વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ના વર્ષોનાં લેખોમાં વાવ કરાવ્યાના ઉલ્લેખો મળે છે.
તેવી જ રીતે કૂવો કરાવ્યાને લગતા ત્રણ લેખો અનુક્રમે ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના સિદ્ધરાજના, વર્ષ વગરના લેખમાં તેમજ વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦) ના લેખમાં મળે છે. ને શસ્ત્રાગાર અને પાઠશાળાના ઉલ્લેખો વિ. સં. ૧૧૩૪ (ઈ. સ. ૧૦૭૭), વિ.સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪), વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૯૭), વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) અને વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના લેખમાં થયેલા છે. ૫
આ ઉપરાંત મંદિર-નિર્માણને લગતા લેખો તેમજ જર્ણોદ્ધારને લગતા ઘણું લેખ પ્રાપ્ત થયા છે. (૩) પ્રતિમાલેખે
ચૌલુક્યકાલીન અભિલેખમાં દાનશાસને અને પૂર્વ નિર્માણના લેખો પૈકી પ્રતિમા લેખોની સંખ્યા સૌથી વધારે છે. આ પ્રતિમાલેખોની સંખ્યા ૪૦૯ની છે.
પ્રતિમા બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ મનાતું. કેટલીક પ્રતિમાઓ પર તેના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતા લેખ કોતરેલ હોય છે. આ લેખમાં જેણે એ પ્રતિમા કરાવી હોય તે વ્યક્તિનું નામ,
જે દેવ-દેવીની પ્રતિમા કરાવી હોય તે દેવતાનું નામ અને મૂર્તિની પ્રતિષ્ઠા ન કરાવનાર આચાર્યનું નામ તથા પ્રતિષ્ઠા વર્ષ અને તેને સમયનિર્દેશ વગેરે વિગતો આપવામાં આવતી. આ સમયની મોટા ભાગની પ્રતિમાઓ અને તેને લગતા લેખો જૈન ધર્મને લગતા છે. (૪) પ્રશસ્તિ લેખે - ચૌલુક્ય કાળ દરમ્યાન આ પ્રકારના ૯ લેખો મળ્યા છે. સાધારણ રીતે સ્મારક અભિલેખાને તથા પૂર્તનિર્માણના લેખોને “પ્રશસ્તિ” કહેવામાં આવે છે. આ લેખમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હેમ છે અને એ નિમિત્તે -એના નાયકની પ્રશંસાત્મક લાંબી પ્રશસ્તિ રચવામાં આવેલી હોય છે.