________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો: એક અધ્યયન દાનશાસને શાસન કે નિવેદન રૂપે હોવાથી દાન આપનાર રાજ લાગતા-વળગતા અધિકારીઓને તથા અન્ય લોકોને સંબોધીને દાનની હકીકત જણાવતો.
દાનને લગતી મુખ્ય માહિતીમાં દાન આપવાના હેતુ, પ્રતિગ્રહીતાનાં નામ-ઠામ, દાનનાં અને એને માટેનાં પ્રયોજન, દેયભૂમિની વિગતો, દયભૂમિ પર પ્રતિગ્રહીતાના હકે વગેરેની માહિતી ઉપલબ્ધ થાય છે. દાન લેનાર બ્રાહ્મણ, દેવાલય તેમજ વહીવટી વિભાગો અને પેટા વિભાગ, ગામો, ખેતરો વગેરેને લગતી પણ ઘણી માહિતી પ્રાપ્ત થાય છે.
દાન આપનાર રાજ લાગતાવળગતાઓને દાનની જાણ કરી પ્રતિગ્રહીતાને દેવભૂમિની બાબતમાં કનડગત નહિ કરવા આદેશ આપતા તેમજ એનું પરિપાલન કરવાને નૈતિક અનુરોધ પણ કરતો હતો. આપેલું દાન આગામી રાજા પાળે તો તે પણ દાનના પુણ્યને ભાગીદાર થાય અથવા લઈ લેનારને કેટલું પાપ લાગે તે દર્શાવતા શ્લોકો પણ ચાલી આવતી પદ્ધતિ મુજબ ટાંકવામાં આવતા.૧૪
દાનશાસનમાં દાનની મિતિ જણાવવી જરૂરી ગણાતી. એમાં સંવત, -વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વાર જણાતા હતા અને અંતમાં રાજાના નામે કઈ બનાવટી દાનશાસન તૈયાર ન કરાવી દે એટલા માટે છેવટે રાજાના સ્વહસ્ત પણ આપવામાં આવતા હતા.
પૂર્વ-નિર્માણને લગતા લેખો
આ સમયના અભિલેખમાં પૂર્તનિર્માણને લગતા ૮૭ જેટલા લેખો પ્રાપ્ત થયા છે. - ધર્મશાસ્ત્રોના ગ્રંથમાં દાનની જેમ જ પૂર્ણ કાર્યોને મહિમા ઘણે ગવાય છે. આ પૂર્ત કાર્યોમાં કિલા, સરોવર, વાવ, કૂ, સત્રાગાર, પાઠશાળા, પગથિયાં અને મંદિરો વગેરે કરાવવાનો સમાવેશ થાય છે. ચૌલુક્ય કાલમાં આ પ્રકારનાં અનેક બાંધકામ અથવા જીદ્ધાર થયેલો જણાય છે, જે પૈકી થોડાં દષ્ટાંત પ્રસ્તુત છે :
વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨) ના લેખમાં તેમજ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૫૯) ના લેખમાં કિલાઓ કરાવ્યાને નિર્દેશ મળે છે. ૫ - સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન વિ. સં. ૧૧૮૫ (ઈ. સ. ૧૧૩૯)ના શિલાલેખમાં સહસ્ત્રલિંગ સરોવરને નિદેશ થયેલ છે. ૬