________________
કલા
૨૬૧
વિ. સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) ત્રિભુવનપાલના શિયાળબેટના શિલાલેખમાં સહજિગપુરના રહેવાસી પલ્લિવાલ જ્ઞાતિના શ્રાવોએ દેવકુલિકા સહિત મલ્લિનાથનું બિંબ કરાવ્યાને નિર્દેશ થયે છે. આ મંદિર હૈત્રીકઝિન્સના સર્વેક્ષણ સમયે હતું, પરંતુ પાછળથી આ મંદિરનું કેઈ અસ્તિત્વ નથી. કદાચ ગામના લેકેએ આ નધણિયાતા મંદિરના પથ્થરે કામમાં લઈ લીધા હશે.૪૩
વસ્તુપાલ–તેજપાલે ગિરનાર ઉપર પણ અષ્ટાપદાવતાર, સમેતશિખરાવતાર, શત્રુયાવતાર, સ્તંભન તીર્વાવતાર બંધાવ્યાં હતાં. ધોળકાના રાણક ભટ્ટારક મંદિરને, પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિર, ખંભાતના પાર્શ્વનાથ અને યુગાદિ જિનમંદિર, કાસદના આદીશ્વર અને અંબિકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. એઓએ અનેક જિનમંદિરોમાં વિવિધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી હતી. ધોળકા ખંભાત વગેરે સ્થળોએ નવા ઉપાશ્રયે બંધાવ્યા હતા.૪૪
આમ ઉપર્યુક્ત આભિલેખિક માહિતીના આધારે સ્પષ્ટ કહી શકાય કે આ કાલ દરમ્યાન ગુજરાતમાં અનેક મંદિરનું નિર્માણ થયું હતું, જેમાંના કેટલાંક મંદિરે હજુ આજે પણ એની પ્રતીતિ કરાવતાં ઊભેલાં છે. અભિલેખમાં ઉલિખિત પ્રતિમાઓ :
ચૌલુકકાલ દરમ્યાન ગુજરાતમાં સ્થાપત્યની સાથે સાથે મૂર્તિ કલાને પણ 'વિકાસ થયો હતે. આની વિગતે આ સમયના પ્રતિમા–લેખોને આધારે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે પ્રતિમાની પાછળ મૂર્તિપૂજાને વ્યાપક ખ્યાલ રહેલે હોય છે અને મૂર્તિપૂજા પાછળ ધમની તીવ્ર અસર વરતાય છે. આ કાલમાં અસંખ્ય પ્રતિમાઓ બનાવવામાં આવતી હતી. આ પૈકી હિન્દુ અને જૈન પ્રતિમાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
જૈનધર્મમાં મૂર્તિ કરાવવી અને પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું અને જૈન સાધુઓ એ માટે શ્રાવકને પ્રોત્સાહિત કરતા. એમના પ્રભાવથી પાષાણપ્રતિમાઓ અને ધાતુપ્રતિમાઓ પણ વિપુલ પ્રમાણમાં કરાવાતી. આમાં પણ ધાતુપ્રતિમા કરાવવી સામાન્ય માણસને પણ પિષાતી હતી તેથી એની સંખ્યા વિશેષ પ્રમાણમાં મળે છે. આવી મૂતિઓ પર જેના શ્રેય અથે મૂર્તિ કરાવી હોય તેનું નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ પણ લખવામાં આવતાં. આવાં લખાણને લઈને કેટલાક શ્રાવકે પ્રોત્સાહિત પણ થતા હશે. આવા લેખ સામાન્ય રીતે શુદ્ધ સંસ્કૃતમાં લખાતા. કયારેક એમાં રાજાને ઉલ્લેખ પણ કરવામાં આવતો