________________
૨૬૨
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન હતું. આ બધાં કારણોને લીધે જૈન પ્રતિમાઓની સંખ્યા વિશેષ પ્રાપ્ત થાય છે, અને એમાં જવલ્લેજ કઈ પ્રતિમા લેખ વગરની હોય છે. (ક) હિન્દુ પ્રતિમાઓ :
જૈન પ્રતિમાની સરખામણીએ હિન્દુપ્રતિમા પર કોતરાયેલા લેખ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય થાય છે.
કુંભારિયાના વિ. સં. ૧૧૫૩ (ઈ. સ. ૧૦૯૬)ના લેખમાં૪૫ શિવપ્રતિમાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને કુંભારિયાને પ્રતિમાલેખ પણ શિવપ્રતિમાને લગતો છે.૪૬
શિવના સામાન્ય સ્વરૂપની પ્રતિમાઓ ઉપરાંત ઉમા-મહેશ્વરની સંયુક્ત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. ઉમા-મહેશ્વરની ઘણીખરી પ્રતિમાઓ અધપર્યકાસના અને આલિંગનયુક્ત હોય છે.૪૭
ખંભાતના વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫-૭૬)ને પ્રતિમાલેખ૪૮ ઉમા-મહેશ્વરની પ્રતિમા નીચે કતરેલે છે.
ધોળકાની વિ. સં. ૧૨૩૬ (ઈ. સ. ૧૧૯)ની વિષ્ણુની એક પ્રતિમા નીચે લેખ પ્રાપ્ત થાય છે.
વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧રર૩)ની ખંભાતની સરસ્વતીની પ્રતિમા નીચે. લેખ પ્રાપ્ત થાય છે.પ૦
વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ને ગણેશપ્રતિમાલેખ પ્રાપ્ત થાય છે.પ૧
વિ. સં. ૧૨૯૨ (ઈ.સ. ૧૩૩૭)ના નગરાના લેખમાંપર સૂર્યપત્ની રત્નાદેવીની સ્વતંત્ર પ્રતિમા બનાવ્યાના ઉલ્લેખો નજરે પડે છે, જ્યારે વિ. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૩૯)ના ખેરાળુના લેખમાં પ૩ સૂર્ય પ્રતિમા બનાવ્યાને નિર્દેશ થયેલ છે. (ખ) જૈન પ્રતિમાઓ :
જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિપૂજા વ્યાપક હતી. મૂતિ ભરાવવી અને એની. પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું. પ્રતિમાલેખેને આધારે જણાય છે કે દાતાઓ માતાપિતા અને પિતાના શ્રેથે મૂર્તિઓ ભરાવતા અને બિંબ-- પ્રતિષ્ઠા કરાવતા.