________________
२१०
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
કરાવ્યાં, ઋષભદેવની ચાવીશી કરાવી, મંદિરના ગૂઢમંડપના પૂર્વારમાં એક ગોખલે કરાવ્યું તેમજ એમાં બે મૂર્તિઓ કરાવી. આ ઉપરાંત ગોખલાની
ઉપર આદિનાથનું બિંબ ભરાવ્યું. (૨) ઉજ્જયંત-ગિરનારમાં નેમિવત્થનાં પાદુકામંડપમાં એક ગોખલે અને નેમિનાથનું
બિંબ કરાવ્યાં. | ગિરનારના આદિનાથના મંદિરના આગળના મંડપમાં એક ગેખલે અને
નેમિનાથનું બિંબ કરાવ્યાં. (૩) અબુદાચલ (આબુ)માં નેમિનાથના મંદિરની ભમતીમાં છ બિંબયુક્ત બે-બે
દેવકુલિકાઓ કરાવી. (૪) જાબાલિપુર (તા. જાલેર જિ. જોધપુર મારવાડ)માં પાર્શ્વનાથના મંદિરની
ભમતીમાં આદિનાથની દેવકુલિકા કરાવી. (૫) તારણગઢ (તારંગા)માં અજિતનાથના મંદિરના ગૂઢમંડપમાં આદિનાથના
બિંબયુક્ત એક ગોખલે કરાવ્યો. (૬) અણહિલપુર પાટણમાં સુવિધિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવી એમાં
સુવિધિનાથનું બિંબ કરાવ્યું. (૭) વીજાપુર (જિ. કડી ઉ. ગુજરાત)ના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની
દેવકુલિકા કરાવી. (૮) લાટાપલ્લી(હાલમાં લાડોલ)માં વીજાપુરની ઉત્તરે ત્રણ ગાઉ દૂર આવેલા
કમારવિહારના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી પાર્શ્વનાથના સામેના મંડપમાં
પાર્શ્વનાથનું બિંબ અને ગોખલ કરાવ્યાં. (૯) પ્રહલાદનપુર(પાલનપુર)ના પાલહણ વિહારના મંદિરમાં ચંદ્રપ્રભુસ્વામીના
મંડપમાં ગોખલા કરાવ્યા. આ ઉપરાંત મંદિરની ભમતીમાં નેમિનાથની આગળના મંડપમાં મહાવીર
સ્વામીનું બિંબ કરાવ્યું. (૧૦) લાટાપલ્લીના કુમારવિહારા મંદિરની ભમતિમાં અજિતનાથનું બિંબ તથા - દંડકલશાદિયુક્ત દહેરી કરાવી. એ જ મંદિરમાં શાંતિનાથ અને અજિતનાથની
ઊભી મૂર્તિઓ પણ મુકાવી. (૧૧) અણહિલપાટણની નજીક આવેલા ચારેપ(ચારૂપ) ગામમાં આદિનાથનું બિંબ
અને ગૂઢમંડપ તથા છ ચોકીઓ સહિત જિનાલય કરાવ્યાં.