SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ કલા ૨૫૯ વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના ભીમદેવ ૨ જાના આબુના શિલાલેખમાંના અજિતનાથના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ઉજજૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કરાવ્યો હતો. આ મંદિર અચલગઢ કનખલતીર્થમાં કરાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધારની સાથે સાથે કનખલમાં કોટેશ્વરના મંદિરને પુનરુદ્ધાર પણ કરાવ્યો તેમજ કનખલતીર્થની અંદર બધો ભાગ પથ્થરની મોટી લાદીઓથી જડાવ્યો હતે. વળી આ કનખલમાં જ સૂલપાણિનાં બે નવાં મંદિરો કરાવ્યાં હતાં અને કાળા પથ્થરના સ્તંભોની હાર કરાવાઈ હતી. ભીમદેવ ૨ જાના સભ્યના વિ. . ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ને આબુ પરના રિલાલેખમાં ૩૮ લૂણસહિકાને ઉલ્લેખ થયેલ છે. લૂણસહિકા આબુ દેલવાડા (હાલ જિ. શિરોહી, રાજસ્થાન)માં આવેલું છે. લેખમાં આ મંદિરનું વર્ણન કરેલું છે. સમગ્ર મંદિર સફેદ આરસપહાણનું બનેલું છે. મંદિરની આગળ મટે મંડપ આવેલું છે. એની ચારે બાજુ બાવન જિનાલયો આવેલાં છે તથા આગળના ભાગમાં બલાનક કરેલ છે. આ ઉપરાંત આ મંદિરમાં હસ્તિશાળા આવેલી છે તેમાં ચંડપ, ચંડપ્રસાદ, સોમ, અધરાજ, લૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જેત્રસિંહ અને લાવણ્યસિંહની પ્રતિમાઓ આવેલી છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૪૨)ના આબુના શિલાલેખમાં૪૦ આબુમાં નાના મંદિરે (અર્થાત દેવકુલિકાઓ) બંધાવ્યાનો નિર્દેશ થયેલ છે. એ બધી દેવકુલિકાઓ આબુમાં હાલ પણ મોજૂદ છે. વિ. સં. ૧૨૮૯ (ઈ.સ. ૧૨૩૩)ના ગિરનારના શિલાલેખમાં૪૧ કપર્દિયક્ષના મંદિરનો ઉલ્લેખ થયેલ છે અને આ મંદિર આજે પણ ગિરનાર પર ઊભું છે. આ ઉપરાંત આદિનાથનું મંદિર તેમજ વસ્તુપાલની પત્ની લલિતાદેવીના શ્રેય માટે ચોવીશ જિનાલયનું અષ્ટાપદનું મંદિર બંધાવ્યાના નિર્દેશ થયેલા છે. આ ચાર મંદિરમાંથી બે મંદિરો વિદ્યમાન છે, જ્યારે બીજાં મંદિરે કાળવિલીન થયાં કે જીર્ણોદ્ધાર થવાને લીધે એનું મૂળ સ્વરૂપ લુપ્ત થયું હોઈ એ જાણી શકાતું નથી. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯)ના ભીમદેવ ૨ જાના સમયના આબુ પરના શિલાલેખમાં ૪૨ વરહડિયા વંશના શેઠ નેમડ અને એનાં કુટુંબીજનોએ આબુ ઉપરાંત અન્ય સ્થળોએ વિવિધ મંદિરે, મંદિરમાં મંડપ, દેવલિકાઓ અને જિનબિંબો કરાવ્યાં હોવાને નિર્દેશ થયેલ છે, જેવાકે— — (૧) શત્રુજ્ય પરના એક મંદિરમાં કલશયુક્ત દેવકુલિકા કરાવી તેમજ આદિનાથનું બિંબ ભરાવ્યું તથા મહાવીર સ્વામીના મંદિરમાં એક બિંબ અને એક ગોખલે
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy