SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યન આરંભમાં સિદ્ધરાજને તથા કુમારપાલને આદરપૂર્વક ઉલ્લેખ કરે છે એ પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. સહજિંગના પુત્ર, જેઓમાં મૂલુક મુખ્ય હતો તે “સૌરાષ્ટ્રની રક્ષા કરવામાં સમર્થ” હતે. સહજિગ માટે “ચૌલુક્ય અંગ–નિમૂહક” વિશેષણ વપરાયું છે તેને અર્થ આ સંદભ ને અનુલક્ષીને ઘટા પડે. “અંગ” એટલે શરીર અથવા સૈન્ય. “નિગૃહક” અર્થ સામાન્ય રીતે ઢાંકનાર, છુપાવનાર, સંતાડનાર એવો થાય છે, પરંતુ એ અર્થ અહીં બરાબર બંધબેસતું નથી. આ શબ્દનો બીજો અર્થ રક્ષણ કરનાર એ થાય છે. એ અર્થ અહીં બરાબર બંધબેસે છે. ગૃહિલ સહજિગે સિદ્ધરાજના સમયમાં ચૌલુક્ય સૈન્યનું રક્ષણ કર્યું હશે૭૪ અને પછી એના પુત્રોએ ચૌલુક્ય રાજાના આધિપત્ય નીચે સેરઠના રક્ષણની જવાબદારી સંભાળી લીધી હશે એવું આ ઉલ્લેખ દર્શાવે છે. જેમ ગુપ્ત રાજા સ્કંદગુપ્તની તરફથી પર્ણદત્ત સુરાષ્ટ્રના ગપ્તા (રક્ષક) તરીકે સુરાષ્ટ્ર દેશનું રક્ષણ કરતા હતા તેમ ગૃહિલ મૂ લુક ચૌલુક્ય રાજા કુમારપાલની તરફથી “સુરાષ્ટ્રનાયક' તરીકે સૌરાષ્ટ્રનું રક્ષણ કરતા લાગે છે, અર્થાત આ સોરઠ પ્રદેશ પર અણહિલવાડના ચૌલુક્ય રાજા સિદ્ધરાજનું ને પછી કુમારપાલનું શાસન હતું અને એમાં એઓને આ ગૃહિલ કુલની સક્રિય મદદ મળેલી. વિ. સં. ૧૨૦૨, સિંહ સંવત ૩૨ (ઈ.સ. ૧૧૪૫)માં એ કુલના સહજિગને પુત્ર મૂલક કુમારપાલના આધિપત્ય નીચે આ પ્રદેશને વહીવટ કરતું હતું. આ શિલાલેખમાં “સોલંકીઓની કીતિને કલંક્તિ કરનાર” એવો અર્થ હોવાનું ક્યાંય બંધ બેસે એમ નથી, આથી આ સંવત ગૃહિલ સહજિગે ચૌલુક્ય સૈન્યને હરાવી એની યાદગીરીમાં શરૂ કર્યો હોય એવું સંભવે નહિ. એવું હોય તે મૂલુક પિતાના લેખના આરંભમાં એ બે ચૌલુક્ય રાજાઓને આદરપૂર્વક ઉલ્લેખ કરે નહિ. સિંહ સંવત જેમાં વપરાયે છે તે ચારેય લેખમાં અણહિલવાડને ચૌલુક્ય રાજાઓને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એમાંના છેલ્લા બે લેખમાં તે ત્યાં તે તે વંશના તે તે સમયના ચૌલુક્ય રાજાનું રાજ્ય પ્રવર્તતું હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આ પ્રદેશ(સેરઠ)માં કુલ-પરંપરાગત રાજ્ય તે ચૂડાસમા વંશના રાજાઓનું ચાલતું હતું. સિહ સંવત વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયું હોય ત્યારે ત્યાં રાખેંગાર ૨ જાના રાજ્યને અંત આવ્યો હતો અને એના વંશમાં આગળ જતાં રા'નવઘણ ૩ જે (ઈ. સ. ૧૧૦૬-૧૧૮૦), રા' રાયસિંહ (ઈ. સ. ૧૧૮૦–૧૧૮૪), રા'મહીપાલ રજે (ઈ. સ. ૧૧૮૪-૧૨૧) રાયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦) રામહીપાલ ૩ જે (ઈ.સ. ૧૨૩૦–૧૨૫૩), રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩–૧૨૬૦) વગેરે રાજાઓ થયા, પરંતુ સેરઠમાંથી મળેલા એ સમયના અભિલેખોમાં એમાંના કેઈ રાજાને ઉલ્લેખ આવતું નથી, ઊલટુ કુમારપાલ પછી અજયપાલ પછી ભીમદેવ ર જે અને
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy