________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૩૭ - શ્રી મોહનપુરી ગોસ્વામીએ (ઈ. સ. ૧૯૭૪ “પુરાતન)માં “શ્રી સિંહ સંવત” નામને વિસ્તૃત સમીક્ષાત્મક લેખ લખ્યું અને એમણે એમાં એમની પૂર્વેના બધા મતોની સમીક્ષા કરી એમણે વિસાવાડાના સંવત ૧૨૬૨ ના લેખને આધારે એમ સૂચવ્યું કે રાણે શ્રી સિંહ અને વિક્રમાદિત્ય પૈકી રાણે સિંહ ધૂમલીમાં થયો. આ જેઠવા રાણાનું રાજ્ય વિ. સં. ૧૧૬૯-૭૦ માં પ્રવર્તતું હતું અને સિંહ સંવત કદાચ એણે પ્રવર્તાવ્યો હોય. ધૂમલીના રાજા રાણું સિંહની આગળ રાધે” બિરુદ વપરાયું હોવાથી એ રાજાધિરાજ હેય અને તે એ સિદ્ધરાજના સમકાલીન રાજાએ પોતે પણ કંઈક છે એમ બતાવવા ગૌરવ ખાતર પિતાના નામ પરથી સિંહ સંવત ચલાવ્યું હોય.૭૨ -
ઈ. સ. ૧૯૭૫ના એપ્રિલ-જૂનમાં શ્રી નરેશત્તમ પલાણે સિંહ સંવત નામના એમના લેખમાં સિંહ સંવતના પ્રવર્તક અંગે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી અને એ અંગે ઉપલબ્ધ તેમજ સંભવિત બધા મતની ચર્ચા કરીને એને એવા મંતવ્ય પર આવ્યા કે સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ એ એક તોફાનથી વિશેષ જણાતી નથી. એ વંટોળિયાની જેમ સોરઠ પર ચડી આવ્યા અને ખેંગારને કેદ કરી, સોમનાથની યાત્રા પતાવી પાછો પિતાની રાજધાનીમાં હજ પહોંચે નહિ હોય ત્યાં સેરઠે એની સત્તા ફગાવી દીધી હોવાનું જણાય છે અને સોરઠને ચીલોની સત્તાના હાથથી મુક્ત કરવામાં માંગરોળના ગૃહિલેએ મહત્ત્વને ભાગ ભજવ્યો હતો. આ ગૂહિલોમાં સહજિગ સિદ્ધરાજને સમકાલીન હતો. આ સહજિગને એક શિલાલેખ જે કેવળ સિદ્ધરાજની સોરઠ ચડાઈ પછી ૩૨ વર્ષ પછી લખાયો હતો, જેમાં સિંહ સંવત ૩૨ ને ઉલ્લેખ છે તેમાં સહજિગને “સોલંકીઓની કીતિઓને કલંકિત કરનાર” કહ્યો છે. આ સહચિંગે પિતાના વિશાળ સૈન્યથી બેંગાર સાથેના યુદ્ધ પછી બાકી રહેલા ચૌલુક્ય સૈન્યને ગેપનીય રાખ્યું હતું. સંભવ છે કે સિદ્ધરાજના સૈન્યને પણ કાઢવાના માનમાં માંગરોળના
હિલ રાજા સહત્રેિ સિંહ સંવત પ્રવર્તાવ્યું હોય. આમાં “સિંહ” શબ્દ વિક્રમ, પરાક્રમ, બહાદુરી એવા ગુણને સૂચક છે. અને એ સહજિગના પરાક્રમને નિર્દેશ કરે છે, નહિ કે સિદ્ધરાજના.8 - શ્રી નરેમ પલાણના ઉપયુક્ત “સિંહ સંવત’ના લેખની સમીક્ષા કરી એને પ્રત્યુત્તર આપતે વિસ્તૃત લેખ ફાર્બસ સંભાના એ ગૌમાસિકના પછીના અંકમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રગટ કર્યો. એમાં એઓ માંગરોળના લેખને અભ્યાસ કરતાં જણાવે છે કે સહજિગનો પુત્ર મૂલુક વિ. સં. ૧૨૦૨ માં સેરઠ પર શાસન કરતો હતો અને એ રાજા કુમારપાલના આધિપત્ય નીચે હતા. બીજુ, આ લેખના