________________
૨૩૬
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
આથી “. ધે’ ઉપરથી “રાજાધિરાજ' કરીને જે મત બાંધવામાં આવ્યું છે તેને પા જ રહેતું નથી.૬૮ . આ સંદર્ભમાં શ્રી દેવજીભાઈ વાજાએ પણ એમનો મત રજૂ કર્યો છે. એઓ. જણાવે છે કે અત્યાર સુધીની ચર્ચામાં શ્રી રાયજાદાના મતથી સિંહ સંવત વિશે નક્કી કરવામાં વિશેષ ગૂંચવાડે ઊભે થયો. જોકે મેહનપુરીને જેઠવા રાણું સિંહ અંગેને દાવો કંઈક અંશે વજૂદવાળો છે, પણ એને વિદ્વાનો ત્યારે માન્ય રાખે છે કે જેઠવા રાણા સિંહે તે સંવત ચલાવ્યો હોય તે પણ તેણે વિજય મેળવી રાજ્યવિસ્તાર કયાં સુધી વિસ્તાર્યો હતો કે એવા વિજ્ય પછી રાજાધિરાજપદ ધારણ કરવા વિશે સિંહ સંવતવાળે કઈ લેખ કે સાબિતી એની રાજધાની ઘૂમલીમાંથી મળે. ૬૯
શ્રી ગોસ્વામી જણાવે છે કે ઘુમલીમાં નવલખ “શિવમહાલય” એ વિજ્યસંવતની સ્મૃતિમાં બંધાયેલ છે, પણ એ અંગે કેઈ આભિલેખક કે અન્ય પુરાવો મળતું નથી.૭૦
અંતમાં “કુમાર”ના એ જ અંકમાં આ ચર્ચાના અંતિમ તબક્કામાં મધુસૂદન ઢાંકી જણાવે છે કે જે સિંહ રાણાએ ઈ. સ. ૧૧૭૦ માં સિંહ સંવત પ્રવર્તાવ્યો હોય તે ખુદ જેઠવાઓના જેટલા શિલાલેખે મળ્યા છે એમાંના એકાદમાં પણ એનો પ્રયોગ કેમ જોવા મળતું નથી. રાણક સિંહની પ્રતિમાના વિસાવાડાના ચર્ચાસ્પદ લેખમાં પણ સિંહ સંવત્સરને બદલે વિક્રમ સંવત જ કેમ મળે છે ? સાથે સાથે એ પણ હકીક્ત છે કે ચારે લેખોમાં સિંહ સંવત સ્પષ્ટ રીતે સૂચવવામાં આવેલ છે. આ સંવત ભલે અલ્પ ભાગમાં પ્રયોજાયેલ હોય, ત્યારે ઊલટપક્ષે ચૌલુક્ય રાજાઓના તળપ્રદેશમાં અને એમના પિતાના જ અભિલેખમાં એને ઉપયોગ નથી એ શ્રી ગોસ્વામીને સામે પ્રશ્ન વાજબી છે, પરંતુ એને જવાબ શ્રી શાસ્ત્રીએ આપેલ જ છે. હકીકતમાં રાણું સિંહે આ સંવત પ્રવર્તાવ્યો હોય એવું માનવા જતાં કેટલીક મુશ્કેલી નડે છે. જ્યારે સિદ્ધરાજે પ્રવર્તાવ્ય એવું માનવા માટે ઓછી મુકેલી નડે છે. પરંપરાથી પ્રતિષ્ઠિત વિક્રમ સંવતના સામે સિહ સંવત સ્વીકૃત બનાવવો એ સહેલી વાત નથી, આથી એનાં ચાર દૃષ્ટાંતમાં એમાં આપેલાં વર્ષોના કાલસ્થાને વિસ્કુટ કરવા વિક્રમ સંવત કે વલભી સંવત કે એ બનેનાં નામ એનાં તુલ્યકાલીન વર્ષો સાથે આગળ મૂકવાનું લેખ કરાવનારાઓએ યોગ્ય માન્યું હશે. આ મુદ્દો સિંહ સંવતના અલ્પ પ્રચાર અને તેથી એના નિબળ મૂળનું દ્યોતક બની રહે છે.'