________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૩૫ મંતવ્ય આધારસહિત રજૂ કરેલું છે. આમ કહી એઓ શ્રી ગોસ્વામીના મંતવ્યને સ્વીકારતા જણાય છે.
- આ ચર્ચાના સંબંધમાં શ્રી નરોત્તમ પલાણ સિંહ સંવત સાથે સિદ્ધરાજને કઈ મેળ બેસતા નથી એ જણાવતા મુદ્દા પુનઃ રજૂ કરે છે, પણ પિતાને મત પુષ્ટ કરવા કેઈ નવી દલીલ કરતા નથી.૬૬
શ્રી કે. કા. શાસ્ત્રી શ્રી ગોસ્વામીના મતની ચર્ચા કરતાં કહે છે કે વિસાવાડાના લેખ પરથી જણાય છે કે વિ. સં. ૧૨૬૨ માં બરડાના પથક પૂરતું રાણું સિંહનું આધિપત્ય હતું એટલે સિંહ સંવતને સ્થાપક આ રાણે સિંહ નથી. રાણુઓની સિલવારી મળે છે તેમાં રાણે સંઘજી વિ. સં. ૧૧૭૬-૧૨૦૨ માં જણાવવામાં
આવેલ છે. સિંહ સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૧૧૭૦ વર્ષો તફાવત હોવાથી સિંહ સંવત શરૂ થયા પછી ૬ વર્ષ પેલે રાણે સંઘજી સત્તા પર આવે છે એટલે
એ મોરબીથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં સિંહ સંવત સ્થાપવા આવ્યાની કેઈ શક્યતા વિચારી શકાય નહિં ૬૭ વળી એમણે શ્રી મેહનપુરી પાસેથી વિસાવાડાના લેખની ફોટપ્રિન્ટ મેળવી લેખ વાંચ્યો અને એ વિશે પથિક(ઓકટો. ન., ૧૯૭૪ ના દિવાળી અંક)માં એ સ્પષ્ટતા કરી આપી કે “. ઘ. નહિ, પણ રાચે છે અને એ લેખ સં ૧૨૬૨માં રાણું ‘વિંદ ના રાજય કાલમાં ઉત્કીર્ણ થયેલ છે. આ લેખની માન્ય વાચના” “ઇસ્ક્રિશન્સ ઑફ કાઠિયાવાડ' [‘ન્યૂ ઈન્ડિયન એન્ટિકવરી, . ૧ (૧૯૩૮-૩૯), પૃ. ૬૮૬)માં છપાયેલી પણ છે. આ રાણે “સીહ તે જૂને રાણે સંગ (વિ. સ. ૧૧૭૬–૧૨૦૨) નથી, પરંતુ સં ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)માં વિદ્યામાન ‘સીહ છે. આ જ “સીહને માધવપુર-ઘેડથી કેદના ધોરીમાર્ગ ઉપર આવેલા આજકા ગામના પાદરના સીતામાઈને કુડના, અત્યારે રાજકેટના વોટ્સન મ્યુઝિયમમાં સચવાયેલા, સં. • ૧૨૬રના લેખમાં પણ ધૂમલીના શાસક તરીકે ઉલ્લેખ થયેલું છે. આ સીહ એ
જેઠવાઓની વંશાવલીમાને “વિજયસિંહ (ઈ. સ. ૧ર૦૬-૧૨૪૫, વિ. સં. ૧૨૬૨-૧૩૦૧) જ છે. આમ શ્રી શાસ્ત્રી દ્વારા શ્રી મેહનપુરી વગેરેની માન્યતાને છેદ જ ઊડી ગયે છે.
" શ્રી ગોસ્વામીએ વિસાવાડાના લેખમાં વાંચેલ રા. ધ.ના સંદર્ભમાં ડે. પ્રવીણચંદ્ર પરીખ જણાવે છે કે શ્રી ગોસ્વામીએ પોતે કરેલ વાચન અને મૂતિઓનું અભિજ્ઞાન વસ્તુતઃ લિપિ અને ભાષાની દૃષ્ટિએ જુદાં છે. આ લેખની ૨છ–૩ જી પંકિતઓમાં “રણ શ્રી સિંહ રાધે રાજશ્રી વિક્રમાદિત્યેન” વાંચીને એને આધારે એમણે રાણા શ્રી સિંહના “રાધેરાજ” (રાજાધિરાજ) બિરુદનું પ્રતિપાદન કર્યું છે પરંતુ એમાં “રા...ધેને બદલે રાયે જ વંચાય છે અને તે જ ઉપયુક્ત છે