________________
ગુજરાતના ચીલુયકાલીન અભિલેખો : એક અધ્યયન
બંને વચ્ચે યુદ્ધ થયું અને ખેંગારને હરાવી, કારાગૃહમાં નાખી, સજજનને દેખરેખ માટે મૂકી સોમનાથ યાત્રા માટે ગયે. આમ કહી શ્રી રાયજાદા ઉમેરે છે કે આ પરથી એમ સિદ્ધ થાય છે કે સિદ્ધરાજનો વિજય ટૂંકા ગાળા પૂરતો જ હોઈ અને એની યાદમાં સંવત પ્રર્વતાવેલ તે વધારે પડતું કહેવાય. અહીં એમ વિચારવું રહ્યું કે આ સંવતના નિર્દેશ કેવળ વંથળી, માંગરોળ અને વેરાવળમાંથી જ મળે છે, આથી આ સંવત કે સૌરાષ્ટ્રના રાજાએ જ પ્રર્વતાવ્યો હોય એ વધુ તાર્કિક લાગે છે, એક અનુમાન કરી શકાય કે સોરઠમાં મળતા આ શિલાલેખ ઉપરથી એ ચૂડાસમા વંશના જ કઈ રાજાએ શરૂ કર્યો હોય.
વળી આ સંવત થોડા સમય સુધી પ્રવર્તે છે અને એ પછી લુપ્ત થઈ જાય છે એ વિશે એમ કહી શકાય કે સિદ્ધરાજના આખરી વિગ્રહમાં ખેંગારે એને લાંબા સમય સુધી રોકી રાખ્યું હોય અને પછી એને પરાજ્ય થયેલ હોય તે ગુજરાતના રાજાને લાંબા સમય સુધી રોકી રાખવાની સ્મૃતિમાં આ સંવત ચલાવ્યો હોય, પરંતુ ખેંગાર કેદ પકડાયા પછી, થોડા સમય બાદ, પ્રજાના માનસમાં આ વિજ્યમાં શરૂ કરેલા સંવત પ્રત્યે આગ્રહ રહ્યો ન હોય અને એ લુપ્ત બને. હોય. આમ આ સંવત મેરઠના ચૂડાસમા વંશથી શરૂ થયું હોય એમ અનુમાની શકાય. એઓ બીજાઓની જ એમ એમ જણાવે છે કે સિદ્ધરાજે ખેંગારને કેદ કર્યો અને મોટા વિજ્યમાં ખપાવીને સિંહ સંવત શરૂ કર્યો હોય તે ગુજરાતમાંથી એના આ વિજ્યના અને એના માનમાં સિંહ સંવત શરૂ કર્યાના ઉલ્લેખ ક્યાંક મળવા તે જોઈએ જ.૬૩
આ ચર્ચામાં ઝુકાવતાં શ્રી મણિભાઈ વોરાએ શ્રી મોહનપુરીના મતને ટેકો આપતાં જણાવ્યું કે આ સંવત પ્રવર્તાવનાર રાણો સિંહ ધૂમલીને સંભવે છે. ૬૪
વળી “કુમાર”ના ઓગસ્ટ ૧૯૭૫ ના અંકમાં શ્રી કંચનપ્રસાદ છાયાએ શ્રી રાયજાદાના મતની સમીક્ષા કરતાં જણાવ્યું કે ખેંગારે સિંહ સંવત સિદ્ધરાજના યુદ્ધમાં રોકી રાખવા બદલ ચલાવ્યાની વાત કેઈ પણ ઇતિહાસકારના ગળે ઊતરે એવી નથી. વળી ખેંગારના નામ સાથે સિંહ શબ્દ જોડાયેલું નથી. જે ખેંગારે સિંહ સંવત ચલાવ્યો હોય તે એને ખેંગાર સંવત તરીકે ઓળખાવાત, જે બન્યું નથી. બીજા મતની સમીક્ષા કરતાં એઓ જણાવે છે કે, સિદ્ધરાજ જયસિંહના નામ પાછળ સિંહ શબ્દ આવે છે, પરંતુ સંવતપ્રવર્તક પિતાનું આખું નામ આપે એટલે “સિંહ સંવત” કહેવાત, પરંતુ એમ પણ બન્યું નથી. આ બે તર્કો સાથે શ્રી સ્વામી સ્પષ્ટ રીતે ઘૂમલીના રાણા સિંહે સિંહ સંવત ચલાવ્યાનું