________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૨૯ કર્યું છે કે સિંહ સંવત એ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયેલ છે તે જ્યસિંહ સિદ્ધરાજે પ્રવર્તાવેલે સંવત છે અને એનું પ્રવતન સોરઠવિજ્યની યાદગીરી રૂપે કરવામાં આવ્યું છે એ નિઃસંશય છે. એઓ વધુમાં જણાવે છે કે જે સિંહ સંવત આ ઘટનાની યાદગીરીમાં પ્રવર્તાવ્યો હોય તે ખેંગારને વિ. સં ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૪)માં હરાવ્યા હોવાની ઘટના કહી શકાય. આ મત સ્વાભાવિક રીતે જ પંડિત ભગવાન લાલ ઈન્દ્રજીના મતને મળતે છે; જોકે શ્રી પરીખે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના નામને નિર્દેશ કરેલ નથી.૪૮
ઈ. સ. ૧૯૬૪માં છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એમના પ્રસિદ્ધ ગ્રંથ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસમાંની પ્રથમ આવૃત્તિમાં આ સંવત કોણે સ્થાએ એની ચર્ચા નહિ કરતા ભગવાનલાલ ઈન્દ્રજી અને રસિકલાલ પરીખના મતની નિકટનું મંતવ્ય રજૂ કર્યું. એઓએ “સેરઠ વિજયની અજબ સિદ્ધિની યાદગીરીમાં જયસિંહદેવે સિંહ સંવત શરૂ કર્યો” અને “સિદ્ધચક્રવતી બિરુદ ધારણ કર્યું એવું મંતવ્ય પ્રતિપાદિત કર્યું. સૌરાષ્ટ્રના કેટલાક શિલાલેખોમાં દેખા દેતે આ સિંહ સંવત વિ. સં. ૧૧૭૦થી શરૂ થતા હોઈ જ્યસિંહદેવે સેરઠ જીત્યાને બનાવ એ વર્ષે અન્ય ગણાય.૫૦
સિંહ સંવતના આરંભ વિશે તથા સિંહ સંવતના સ્થાપક વિશે દિનેશચંદ્ર સરકારે એમના પ્રસિદ્ધ ગ્રંથ “ઇન્ડિયન એપિગ્રાફીમાં ઈ. સ. ૧૯૬૫માં ભગવાનલાલ ઈન્દ્રજીના મતની સમીક્ષા કરીને સિંહ સંવત જ્યસિંહ સિદ્ધરાજે પ્રવર્તાવ્યા અંગે કેટલીક શંકાઓ રજૂ કરી, પરંતુ એઓએ આ બાબતમાં કેઈપણ મતનું સમર્થન ન કર્યું તેમજ પિતાનો અંગત મત પણ જણાવ્યું નહિ.પ૧
ડે. ભારતીબહેન ઠાકર ૧૯૬૯ માં એમના ગુજરાતમાની કાલગણનાને લગતા પિતાના મહનિબંધમાં સિંહ સંવતની સ્થાપનાની સર્વાગી સમીક્ષા પ્રથમ વાર ઉપસ્થિત કરી. તેમણે પિતાના પૂર્વવતી બધા જ મતેની ચર્ચા કરીને એવું તારણ કાઢયું કે સિંહ સંવત ધરાવતા અભિલેખ અણહિલપાટણના ચાલુક્ય વંશના તત્કાલીન રાજાઓના આધિપત્યનો નિર્દેશ કરે છે;૫ર જેકે સેરઠ જેવા મર્યાદિત પ્રાંતમાં જ સિંહ સંવત ધરાવતી મિતિઓના લેખે મળે છે એ એમ માનવા પ્રેરે છે કે સૌરાષ્ટ્રના કેઈ સ્થાનિક રાજાએ આ સંવત શરૂ કર્યો હોય અને એ રાજાના ઉત્તરાધિકારીએ એને ચાલુ રાખ્યું હોય, પરંતુ, સેરઠના ચૂડાસમા રાજાઓને ઇતિહાસ એમ સૂચવે છે કે મહારાજાધિરાજ જયસિંહદેવ સિદ્ધરાજે સોરઠને વિજય કર્યા પછી ન સંવત સ્થાપી શકે તે કેઈપણ શક્તિશાળી સ્થાનિક રાજા ત્યાં