________________
૨૩૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન
ન હતા. વળી સિંહ સંવત ધરાવતા અભિલેખ પૈકી કઈમાં એક પણ સ્થાનિક રાજવંશના રાજાને ઉલ્લેખ નથી. જે એમ ધારીએ કે સેરઠના સ્થાનિક રાજાએ સિંહ સંવત શરૂ કર્યો હતો અને સિદ્ધરાજ જયસિંહે ઉમૂલન કરેલ ચૂડાસમા રાજાએ સ્થાપેલા નવા સંવતને ચાલુક્ય રાજ્યના સ્થાનિક દંડનાયકે એ ચાલુ રાખ્યું હતું, પણ આવી દલીલ તે કઈ રીતે ગળે ઊતરે નહિ. આ સમીક્ષા કરીને ડો. ઠાકર એવા સ્પષ્ટ મંતવ્ય પર આવ્યો કે, લગભગ નિશ્ચિત જણાય છે કે સિંહ સંવત સ્થાનિક ચૂડાસમા વંશના રાજાએ સ્થાપ્યો હોવાને બદલે સોરઠના ચૌલુક્ય વિજેતાએ સ્થાપે હોય અને જયસિંહદેવે પોતાના સોરઠ વિજયની યાદગીરીમાં ત એ નવા જિતાયેલા વિસ્તારમાં જ એને પ્રયોગ કર્યો હોય. ડૉ. ઠાકર એમ ઉમેરે છે કે એ જમાનામાં પિતાના નામને “ભલે” સંવત પ્રવર્તાવતી વખતે રાજાએ પ્રજાને ઋણમુક્ત કરવી પડતી એવા ઉલ્લેખ “યાશ્રય”, “કુમારપાલભૂપાલચરિત”, “પ્રભાવક ચરિત” વગેરેમાં આવે છે અને
જ્યસિંહદેવે સિદ્ધરસ વડે પ્રાપ્ત કરેલ સ્વર્ગસિદ્ધિ દ્વારા પ્રજાને ઋણમુક્ત કરેલી હોવાનું મનાતું એ પરથી કદાય એમ કહી શકાય કે સિદ્ધરાજે સોરઠના નવા જિતાયેલા પ્રદેશને ઋણમુક્ત કર્યો હોય અને એટલા પૂરતો એના સામ્રાજ્યના એ મંડલ પૂરતા પ્રચલિત કર્યો હોય.પ૩
ડે. હરિપ્રસાદ શાસ્ત્રીએ “સ્વાધ્યાય–૧૯૭૧માં “સિંહ સંવત” નામને. સ્વતંત્ર લેખ લખીને એમાં ડૉ. ભારતી ઠાકરના ઉપયુક્ત વિવેચનને વધુ દઢતાપૂર્વક પ્રગટ કર્યું પ૪ અને એમણે સિંહ સંવત સિદ્ધરાજે પ્રવર્તાવ્યું હોય એવી સંભાવના વધુ છે એમ દર્શાવ્યું.
ઈ.સ. ૧૯૭૨ માં છે. ભારતીબહેન શેલતે “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથઃ ”માં ગુજરાતમાં પ્રચલિત થયેલી કાલગણનાની સમીક્ષા કરતી. વખતે સિંહ સંવત અંગે વિસ્તૃત છણાવટ કરી અને એમાં આ સંવત સિદ્ધરાજે સોરઠવિજ્યની સ્મૃતિરૂપે શરૂ કર્યો હશે એમ ભારપૂર્વક જણાવીને સેરના કોઈ પણ સ્થાનિક રાજાએ એ શરૂ કર્યો હોવાની શક્યતા નથી એમ દર્શાવી એના કારણમાં એમ જણાવ્યું કે જે એ સ્થાનિક રાજાએ શરૂ કર્યો હોત તે એ સૌરાષ્ટ્રના મંડલેશ્વરોએ એ સંવતને ઉપયોગ ચાલુ રાખ્યો હોત જ, પરંતુ એમ જોવામાં આવતું નથી.પપ
ઈ. સ. ૧૯૭૩માં ડે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એમના “ગુજરાતમાં વપરાયેલા સંવત” લેખમાં અન્ય સંવતે જેવા કે વિક્રમ સંવત, શક સંવત, વલભી.