________________
૨૨૮
ગુજરાતની અભિલેખ : એક અધ્યયન
. કેવળ અભિલેખોમાં જ પ્રયોજાયેલ આ સંવત વિશે અહીં ઊડી અને વ્યાપક ચર્ચા કરવી અભિપ્રેત છે. - ઈ. સ. ૧૮૩૮ માં જેમ્સ ટોડે એમના પ્રસિદ્ધ ગ્રંથ “ટ્રાવેલ્સ ઇન વેસ્ટન"
ઈન્ડિયા”માં સોરઠના આભલેખેના સંદર્ભમાં અને એમાં પ્રયોજાયેલ સિંહ સંવત વિશે એ અભિપ્રાય આપ્યો કે સિંહ સંવત એ શિવ સંવત છે અને દીવના ગૃહિલ રાજા “શિવસિંહે” એ શરૂ કર્યો હશે.૪૪
ત્યારપછી શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્યો બૌએ ગેઝેટીયર (ગ્રંથઃ ૮)માં કાઠિયાવાડ વિભાગ માટે જે લખાણ તૈયાર કર્યું તે ઈ. સ. ૧૮૮૪ માં પ્રગટ થયું તેમાં એમણે સિંહ સંવત માંગરોળના હિલ રાજા સહજિગે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું અને દક્ષિણ સૌરાષ્ટ્રના આ સ્થાનિક રાજાએ અણહિલપાટણના ચૌલુક્યોથી સ્વતંત્ર થઈ એ ઘટનાની સ્મૃતિમાં આ સંવત પ્રવર્તાવ્યો હોય એવો મત રજૂ કર્યો.૪૫
જેકે બબ્બે ગેઝેટિયરના ઇતિહાસને લગતે મુખ્ય ગ્રંથ : ૧ ઈ. સ. ૧૮૮૬ માં બહાર પડ્યો તેમાં ભગવાનલાલ ઈન્દ્રજીએ સિંહ સંવત ચૌલુક્ય રાજા -- સિંહદેવે પોતે સોરઠ-જીત્યાનું અલ્મ પરાક્રમ કર્યું હોઈ એ પ્રસંગની યાદગીરીરૂપે એના નામમાં આવતો સિંહ શબ્દ પ્રયોજીને આ સંવત શરૂ કર્યો હોવાની વિચારસરણી આગળ કરી.૪૬ તે પછીના વર્ષે ભારતીય પ્રાચીન શેધસંગ્રહમાં શ્રી વજેશંકર ઓઝાએ આ સંવતની ચર્ચા કરતાં એમ સૂચવ્યું કે, આ સંવત મેરઠના કોઈ સ્થાનિક રાજાએ શરૂ કર્યો હશે અને રિબંદરના એક લેખમાં મંડલેશ્વર સિંહને ઉલ્લેખ છે, કદાચ એ સિંહે આ સંવત શરૂ કર્યો હોય; જો કે કઈ ઘટનાની સ્મૃતિમાં આ સંવત શરૂ કર્યો હોય એ અંગે શ્રી ઓઝાએ કેઈ નિર્દેશ કરેલ નથી.૪૭
ત્યાર પછી ઈ. સ. ૧૯૧૮માં ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ એમના સુપ્રસિદ્ધ ગ્રંથ “ભારતીય પ્રાચીન લિપિમાલા”માં અભિલેખોમાં પ્રવર્તમાન સંવતની ચર્ચા કરતી વખતે સિંહ સંવત વિશે વિગતવાર ચર્ચા કરીને એવો મત બાંધ્યો કે આ સંવત સેરઠના કેઈ સિંહ નામના સ્થાનિક રાજાએ ચલાવ્યો હશે અને સૌરાષ્ટ્રમાં મંડલેશ્વર શ્રી સિંહ નામને રાજા જાણમાં આવ્યો છે તે સંભવતઃ એ સંવતને - પ્રવતક હોય. આમ ગીરીશંકર ઓઝા એમના પૂર્વવતી વજેશંકર ઓઝાના મતને સમર્થન કરતા જણાય છે.૪૮
ઈ. સ. ૧૯૩૮માં શ્રી રૂ. છે. પરીખે “કાવ્યાનુશાસન”ની પ્રસ્તાવનારૂપે આપેલા ઈતિહાસમાં સિદ્ધરાજના સોરઠવિજયના સંદર્ભમાં એમ સ્પષ્ટ વિધાન