________________
કાલગણના અને સનિદેશ
૨૨૭ ઈ. સ. ૧૧૧૩ ની ૨૦મી માર્ચ, ગુરુવારના રોજ શરૂ થયું હોવું જોઈએ અને ઈ. સ. ૧૧૧૪ ૮મી માર્ચ, રવિવારના દિવસે પૂરું થયું હોવું જોઈએ (ચૈત્રાદિ વર્ષ પ્રમાણે).
જે આષાઢાદિ હોય તો ઈ. સ. ૧૧૧૩ની ૧૬ મી જૂન, સોમવારના રોજ શરૂ થયું હોવું જોઈએ અને ઈ.સ. ૧૧૧૪ની, ૫ મી જૂન શુક્રવારે પૂરું થયું હોવું જોઈએ.
આમ આભિલેખિક ઉલ્લેખને આધારે એમ જાણી શકાય કે (૧) આ સંવતને સિંહ સંવત નામ અપાયેલું છે. (૨) આ સંવત ઈ. સ. ૧૧૧૩–૧૪ માં શરૂ થયો છે. (૩) આ સંવતને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં જ ઉલ્લેખ થયેલ છે. (૪) આ સંવતની સાથે પ્રચલિત સંવના ઉલ્લેખ થયેલા છે (જેમકે,
વિક્રમ સંવત, વલભી સંવત, હિજરી સન) (૫) આ સંવતનાં વર્ષો ૩ર થી ૧૫૧ સુધીનાં મળે છે.
સિંહ સંવતના આરંભ વિશે શ્રી મોહનપુરી ગોસ્વામીનું માનવું છે કે ઉત્તર ભારતમાં ચૈત્ર વદિ ૧ ના દિવસે વર્ષ બદલાય છે. એ જ દિવસે ગુજરાત સૌરાષ્ટ્રમાં ફાગણ વદિ ૧ હોય છે અને સિંહ સંવતનું વર્ષ આથી ચૈત્રાદિ નહિ. ત્તિકાદિ નહિ, આષાઢદિ નહિ પરંતુ કાળુનાદિ હોઈ શકે. ૨.
શ્રી મોહનપુરીના આ મતને શ્રી મણિભાઈ વોરા ટેકે આપતા જણાય છે. પરંતુ એમાં ફરક એ છે કે એઓ સિંહ સંવતને ફાગણિયે સંવત કહે છે,૪૩ પરંતુ આવી ફાગણાદિ કોઈ પદ્ધતિ ગુજરાતસૌરાષ્ટ્રમાં પ્રચલિત હોય એમ જાણમાં નથી અને ફાગુનાદિ કહેવાથી હકીકતે તે ચૈત્રાદિ પદ્ધતિનો જ સ્વીકાર થાય છે, કારણ કે માસગણુનાની પૂર્ણિમાન્ત પદ્ધતિ અનુસાર ઉત્તર ભારતમાં માસના પક્ષને ચિત્ર વદિ ગણવામાં આવે તો એને અમાંત પદ્ધતિમાં ફાગણ વદિ ગણવામાં આવે છે. સિંહ સંવતની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્ય
ચૌલુક્યકાલીન અભિલેખામાં વપરાયેલા સંવતે પૈકી સિંહ સંવત વિશે ભારે વિવાદ સર્જાયેલે છે. અલબત્ત, આ વિવાદ એના આરંભવર્ષ માટે નથી તે જ પ્રમાણે ઉપર જોયું તેમ ગણનાપદ્ધતિ અંગે પણ એટલે વિવાદ નથી, પરંતુ એ સંવત કોણે શરૂ કર્યો અને ઘટનાની સ્મૃતિમાં શરૂ કર્યો એ અંગે -વિવાદ બહુ ચાલે છે. આ મુદ્દાની ચર્ચાની શરૂઆત એક ઈ. સ. ૧૮૩૯ થી શરૂ થઈ અને હજુ પણ એ ચાલુ છે એ અંગે કઈ છેવટને નિર્ણય કરી શકાયું નથી.