________________
૨૧૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
(૧) ચંદ્રાવતી નગરીના સમસ્ત મહાજન અને બધાં જિનમંદિરના ગેઝિકે
કાર્યવાહક વગેરે શ્રાવકોને સમુદાય તથા ઉબરણી અને કીશરઉલી–કીવરલી ગામોના પિોરવાડ જ્ઞાતિના રાસલ, આસધર, મણિભદ્ર, આહણ, દેલ્હણ, ખીમસિંહ, સાવડ શ્રીપાલ, છંદા પામ્હણ, પૂના સાલ્હા, ધરકટ જ્ઞાતિના–નેહા સાહા, ધઉલિગ આસચંદ, વહુદેવ સમ, પાસુ સાદા, શ્રીમાલ જ્ઞાતિનાપૂના સાહા આ બધાએ ગોષ્ઠિઓ નેમિનાથદેવની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની યાત્રાના અઠ્ઠાઈ મહત્સવમાં દેવકીય–શાસ્ત્રીય ચૈત્ર વદિ ૩ને દિવસે સ્નાત્ર અને પૂજા-ઉત્સવ કરે. કાસહદ (કાસિંદ્રા) ગામના સવાલ જ્ઞાતિના–સેહી પાહણ, સલખણુ વાલણ, પિરવાડ જ્ઞાતિન–સાંતુય દેલ્હય, ગેસલ આલ્હા, કોલા આંબા, પાસચંદ પૂનચંદ, જસવીર જયા, બ્રાહ્મદેવ રાજ્હા, શ્રીમાલ જ્ઞાતિના–કયરા, કુલધર
વગેરેએ ફાગણ વદિ અને દિવસે અષ્ટાનિકાના બીજા દિવસને મહત્સવ કરવો. (૩) બ્રહ્માણ (વરમાણ) નિવાસી પિરવાડ જ્ઞાતિ મહાજન આમિગ પૂનડ, મહા,
પામ્હણુ ઉદયપાલ, વીરદેવ અમરસિંહ, ધનચંદ્ર રામચંદ્ર, એસવાલ જ્ઞાતિનાધાંધા સાગર, મહા સટા, વરદેવ મહા, આવોધન જગસિંહ, શ્રીમાલ જ્ઞાતિનામહાવીસલ પાસદેવ વગેરેએ ફાગણ વદિ ૫ ને દિવસે મહોત્સવ કરવો. ઘઉલી (ધવલી) ગામના પિરવાડ જ્ઞાતિના સાજણ પાસવીર, વેહડી પૂના, જસપ જેગણ, સાજણ ભોળા, પાસિલ પૂનુ, રાજુગ સાથદેવ, દુગસરણ સાહગીય, ઓસવાલ જ્ઞાતિના સલખણ, મંત્રી જેગા, દેવકુમાર આસદેવ વગેરે જિનમંદિરના કાર્યવાહકે ફાગણ વદિ ૬ને દિવસે નેમિનાથદેવના અષ્ટાબ્લિકાના
ચોથા દિવસને મહત્સવ કરવો. (૫) મુંડસ્થલ : મહાતીર્થ (મૂંગથલા)નિવાસી પિરવાડ જ્ઞાતિના સંધીરણ,
ગુણચંદ્ર પાલ્હા, સહિય આંબેસર, જેજા ખાંખણ, ફિલિણી ગામના રહેવાસી શ્રીમાલ જ્ઞાતિના વાપલ, ગાજલ વગેરે જિનમંદિરના ગોષ્ઠિકે-કાર્યવાહકોએ ફાગણ વદિ ૭ ને દિવસે નેમિનાથદેવને વર્ષગાંઠ સંબંધી પાંચમા દિવસનો
મહોત્સવ કરવો. (૬) હેડાઉદ્રા (હણુદ્રા) અને ડવાણું (ડમાની) ગામના શ્રીમાલ જ્ઞાતિના– આબય
જસરા, લખમણુ આસ, આસલ જગદેવ, સુમિગ ધનદેવ, જિનદેવ જાલા, દેલા વીસલ, આસધર આસલ, વિરદેવ વશ્ય, ગુણચંદ્ર દેવધર વગેરે,
(૪)