________________
ધાર્મિક સ્થિતિ
૨૧૧
પિરવાડ જ્ઞાતિના–આસલ સાદા, લખમણ કંયા, વગેરેએ ફાગણ વદિ ૮ ને
દિવસે નેમિનાથદેવની વર્ષગાંઠને લગતે ૬ ઠ્ઠા દિવસને મહત્સવ કરે. (૭) મડાહડ (અઢાર)નિવાસી પિરવાડ જ્ઞાતિના દેસલ બ્રહ્મસરણ, જસકર ધણિયા,
દેલ્હણુ આલ્હા, વાલ્હા પદ્મસિંહ, આંબુય બહટી, સરી પૂનદેવ, વીરય સાજણ, પાહ્ય જિનદેવ વગેરેએ નેમિનાથદેવની વર્ષગાંઠ નિમિત્તના અઠ્ઠાઈ મહોત્સવના
૭ મા દિવસને મહત્સવ ફાગણ વદિ ૯ ને દિવસે કરો. (૮) સાહિલવાડા (સેલવાડા) નિવાસી એસવાલ જ્ઞાતિના દેલ્હા આહણ, નામદેવ
આંબદેવ, કાલ્પણુ આસલ, વોહિય લાખણ, જસદેવ વાહડ, સીલણ દેહણ, વહુદા, મહધરા ધનપાલ, પૂનિગ વાઘા, ગેસલ વાહડા વગેરે, જિનમંદિરના ગેપ્લિકે-કાર્યવાહકોએ ફાગણ વદિ ૧૦ ને દિવસે અઠ્ઠાઈ મહત્સવને ૮ મા દિવસને મહોત્સવ કરે.
(૯) આબુ પરના આમ દેઉલવાડા(દેલવાડા)ના રહેવાસી સમસ્ત શ્રાવકોએ
નેમિનાથદેવનાં પાંચ કલ્યાણકોના દિવસોમાં દર વર્ષે સ્નાત્રપૂજા અને મહોત્સવ કરે.
આ ઉપરાંત ચંદ્રાવતીના રાજા સેમસિંહદેવે તેમના પુત્ર રાજકુમાર કાન્હડદેવ–પ્રમુખ બધા રાજકુમાર રાજ્યના બધા અધિકારીઓ તથા ચંદ્રાવતીના
સ્થાનપતિ,ભકારક, (આચાર્યો, મહંતે) ધર્માચાર્યો, ગગુલિ બ્રાહ્મણ, મહાજને, જિનમંદિરના કાર્યવાહક તેમજ આબુ પરના અચલેશ્વર અને વરિષ્ઠ સ્થાનની નજીકનાં ગામે–દેલવાડા ગામ, શ્રીમાતાનું મતબુગ્રામ, હેડફજીગ્રામ, આખીગ્રામ, ધાંધલેશ્વર, દેવનું કેટલીગ્રામ આ બાર ગામના રહેવાવાળા સ્થાનપતિ (આચાર્યો, મહત, મઠપતિઓ), તપ ધન, સાધુઓ, રાઠિય વગેરે તથા ભલિ, ભાડા વગેરે ગામના રહેનારા પ્રતિહારવંશના બધા રાજપૂત વગેરેએ પિતાપિતાની ઈચ્છાથી લુણવસહીના મૂળ નાયક નેમિનાથદેવના મંડપમાં બેસીને મંત્રી તેજપાલ પાસેથી પિતપોતાની રાજીખુશીપૂર્વક આ મંદિરની રક્ષા કરવાને બધે ભાર સ્વીકાર્યો.
ચાલુક્યકાળ દરમ્યાન હિંદુ અને જૈનધર્મની સાથે સાથે ઇસ્લામ ધર્મને પણ ફેલાવો શરૂ થયો હતો. આ સમયના બાર જેટલા મુસ્લિમ લેખે મળ્યા છે ૧૩૭ એ બાબત ગુજરાતનાં મુખ્ય મુખ્ય કેન્દ્રોમાં એને ફેલા થયે હોવાનું સૂચન કરે છે.