________________
ધાર્મિક સ્થિતિ
૨૦૯
તહેવારે વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી, કારણ કે પ્રતિમાલેખમાં વધુ પ્રતિમા કરાવ્યાના જ ઉલ્લેખેને નિર્દેશ થયેલ છે. ડાક લેખમાં મંદિર દેવકુલિકા કરાવ્યાના ઉલ્લેખ થયેલા છે. અક્ષયતૃતીયા :
હિંદુધર્મની માફક જૈનધર્મમાં પણ અક્ષયતૃતીયાના પર્વને મહત્ત્વ આપવામાં આવેલું છે.
" વિ. સં. ૧૨૨૬ ના લેખમાં ૩૩ અને વિ. સં. ૧૨૮૧ ના લેખમાં ૩૪ અક્ષયતૃતીયા વૈશાખ સુદિ-૩)ના દિવસે ઋષભદેવ અને વીરનાથની પ્રતિમા કરાવ્યાના ઉલ્લેખ છે. સંવત્સરી–મહેન્સવઃ
વિ. સં. ૧૨૮૭ માં ભીમદેવ ર જાના સમયના લેખમાં ૧૩૫ સંવત્સરીમહોત્સવને ઉલ્લેખ થયેલ છે. આ લેખમાં આ ઉત્સવની ઉજવણી માટેના કેટલાક નિયમ પણ આપેલા છે, જેવા કે ૦ આ ઉત્સવ પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણપક્ષ તૃતીયાને દિવસે શરૂ થઈને ૮
દિવસ સુધી ચાલુ રાખવો જોઈએ. ૦ આ ઉત્સવમાં સ્નાન પૂજા વગેરે ક્રિયાઓ ચંદ્રાવતી પ્રદેશના શ્રાવકોને
કરવાની હતી.
ઉત્સવને દરેક દિવસ તે તે સ્થળની અમુક જ્ઞાતિ માટે નકકી કરેલ હતું. 0 ઉન્નત મનવાળો જ આ ઉત્સવ કરે, પછી કપાલ, કમંડલ, વલ્કલ, સિત
અને રક્ત જટા વગેરેની જરૂર નથી.
જે મંદિરમાં સ્થાપિત દેવોની પૂજા કરવા માટે કેટલાક નિયમો હતા. આ સના પ્રતિમાલેખોમાં આવા નિયમો દર્શાવતો લેખ પ્રાપ્ત થયું છે. અત્યાર સુધીના પ્રાપ્ત બધા લેખોમાં ઉત્સવનો વિધિ તેમજ વિવિધ ઉત્સવો અંગેની વાત કરેલી જોવા મળે છે, પરંતુ ઉત્સવોને લગતા નિયમોની માહિતી આપેલ નથી.
વિ. સં. ૧૨૮૭ ના ભીમદેવ ર જાના એક અન્ય શિલાલેખમાં૧૩૬ મંદિરની પૂજા કરવા માટે કેટલાક નિયમે રાખ્યા હતા તેની નોંધ આપેલી છે, જે નીચે મુજબ છે : " . " :