________________
ગુજરતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન
વિ. સ. ૧૨૩૨ ના લેખમાં ૧૨ ચૈત્ર સુદિ ૧૧ ના દિવસે અજયપાલની રાણીના પુણ્ય માટે ભૂમિદાન આપવામાં આવ્યુ હતું.
૨૦૬
કુમારપાલના સમય વગરના એક લેખમાં૧૧૩ જણાવ્યા પ્રમાણે દરેક માસની અન્ને પક્ષની અગિયારસ, ચૌદસ અને અમાસ તેમજ પુણ્યતિથિએ પ્રાણીઓને અભયદાન આપવું. અમાસના દિવસે આજે પણ જ્યાં એજારા વાપરવામાં આવતાં હોય તેવા વ્યવસાયો કરાતા નથી. દા. ત. કુંભાર, સુથાર, લુહાર, કડિયા, રંગારા વગેરે. આજે પણુ ગુજરાતમાં અમાસના દિવસે પાકી રખાય છે.
દીપાસથી :
ચૌલુકયકાલના અભિલેખામાં દીપોત્સવીના તહેવારના ઉલ્લેખા પણ આવે છે; જેમકે વિ. સં. ૧૨૨૧, ૧૨૪૨, ૧૨૫૬ ના લેખમાં ૧૪ દીપોત્સવીના વિસે નવા નાટકીય પ્રયોગ માટે મ`ડપમાં સુવર્ણમય કળશારાપણુના વિધિ થતો હતા એના ઉલ્લેખા છે.
મકરસક્રાંતિ :
મકરસ'ક્રાંતિના વિસે દાન આપવાને ભારે મહિમા હોવાનુ જણાય છે. વિ. સ’. ૧૧૨૦ ના લેખમાં ૧૫ ઉત્તરાયણ પર્વના દિવસે દાન આપવાને મહિમા જણાવેલ છે.
વિ. સ’. ૧૧૪૦ ના લેખમાં૧૧૬ ઉત્તરાયણના દિવસે દાન આપવાને ઉલ્લેખ થયેલા છે.
વિ. સ’. ૧૧૯૩ ના લેખના ૧૧૭ મકરસંક્રાંતિના દિવસે દાન આપ્યાના ઉલ્લેખ થયેલા છે.
સૂર્ય ગ્રહણ :
સૂર્ય ગ્રહણના દિવસે દાન આપવાના મહિમા પ્રવતતા હતા.
વિ. સ’. ૧૦૪૩ ના લેખમાં સૂર્ય^ગ્રહણના દિવસે દાન આપ્યાના ઉલ્લેખ થયેલા છે.૧ ૧૮
વિ. સં. ૧૦૪૩ ના ભીમદેવ ૧લા ના એક લેખમાં૧૧૯ જેઠ માસની અમાવાસ્યાએ સૂર્ય ગ્રહણ હતું. આ દિવસે દાન આપવામાં આવેલું હતુ.
સિદ્ધરાજ જયસિંહના સાલ વગરના એક લેખમાં૧૨૦ પણ `ગ્રહણનો નિર્દેશ થયેલા છે.