________________
ધાર્મિક સ્થિતિ
૨૦૭
ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૯ના એક લેખમાં૧૨૧ સૂર્યગ્રહણના દિવસે દાન અપાયાના ઉલ્લેખ નજરે પડે છે.
ચંદ્રગ્રહણ :
સૂર્ય ગ્રહણની જેમ જ ચૌલુકયકાલમાં ચદ્રગ્રહણના પણ મહિમા હતો. આ સમયે દાન આપવાથી બહુ પુણ્ય મળે છે એવી માન્યતા પ્રવર્તીતી હતી.
વિ. સ’. ૧૦પ૧ ના મૂલરાજના તામ્રપત્રમાં૧૨૨ ચદ્રગ્રહણના દિવસે શિવપૂજા કરી ગામનું દાન આપ્યાના ઉલ્લેખા નજરે પડે છે.
કુમારપાલના વિ. સ’. ૧૨૨૦ ના લેખમાં ૧૨૩ આ દિવસે ઉદ્દેશ્વર–મદિરને એના નિભાવ માટે દાન આપ્યાના ઉલ્લેખા થયેલા છે.
વૈશાખી પૂર્ણિમા :
વૈશાખી પૂર્ણિમાના દિવસને પુણ્ય પ" તરીકે ઓળખવામાં આવતા હતા. હજુ આજે પણ આ પર્વ ઊજવવામાં આવે છે.
વિ. સ. ૧૦૮૬ ના એક લેખમાં૧૨૪ વૈશાખી પૂર્ણિમાએ દાન આપ્યાના નિર્દેશ થયેલા છે.
ભીમદેવ ૨ જાના આયુ પરના વિ. સં. ૧૨૯૩ ના લેખમાં૧૨૫ વૈશાખી પૂર્ણિમાના નિર્દેશ થયેલા છે.
શ્રાણી પૂર્ણિમા :
ચૌલુકયકાલના અભિલેખામાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે દાન આપ્યાના ઉલ્લેખા છે. આ દિવસને મોટો ધાર્મિક દિવસ ગણવામાં આવતા હશે. હજુ આજે પણ શ્રાવણી પૂર્ણિમાના દિવસને બળેવ તરીકે ધાર્મિક મહત્ત્વ આપવામાં આવે છે.
સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૫૬ના લેખમાં૧૨૬ શ્રાવણ સુદિ ૧૫ ના વિસે તીથંકર સુમતિનાથના મંદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે.
વિ. સં. ૧૨૮૩ ના ભીમદેવ ૨ જાના લેખમાં૧૨૭ ઉલ્લેખ પ્રમાણે માંડલમાં લેશ્વરનું મંદિર અને એને સલગ્ન મઠના યોગીઓના નિત્યપૂજા અને ભોજન માટે શ્રાવણ સુદિ પૂર્ણિમાના દિવસે દાન આપ્યુ હતુ..
અક્ષયતૃતીયા :
આ સમયના અભિલેખામાં કેટલીક તિથિએ વૈશાખ સુદિ ત્રીજના દિવસની છે. અક્ષયતૃતીયાના દિવસને મેટું પવ માનવામાં આવતું હતું. આ દિવસે, મૃત્યુ