________________
ધાર્મિક સ્થિતિ
૨૦૫ તપાગચ્છ : આ ગચ્છના નામોલ્લેખવાળે વિ. સં. ૧૨૩૬ ને એક પ્રતિમાલેખ દાંતીવાડામાંથી મળે છે. “જૈન તીર્થ સર્વસંગ્રહ”ના લેખકે નોંધ્યું છે કે રાઉલ ગજસિંહના રાજ્યકાલમાં તપાગચ્છીય શ્રીવિજ્યસમસૂરિએ આ મૂતિની પ્રતિષ્ઠા કરી હતી:૧૦૮ અહીં પ્રશ્ન એ ઊભે થાય છે કે વિ. સં. ૧૨૩૬ માં તપાગચ્છ હતો કે કેમ? જેન પરંપરા અનુસાર વિ. સં. ૧૨૮૫ માં જગશ્ચંદ્રસૂરિએ કરેલા ઉગ્ર તપને લીધે મેવાડના રાજાએ એમને “તપા”નું બિરુદ આપતાં એમનાથી તપાગચ્છની સ્થાપના થઈ.૧૦૮
આ સંદર્ભમાં વિ.સં. ૧૨૩૬ માં તપાગચ્છમાં વિજ્યસેમસૂરિ થયાની વાત ખરી લાગતી નથી. આમાં રાઉલ ગજસિંહને જે ઉલ્લેખ છે તે ગજસિંહ જે દાંતાન હોય તો એનું અવસાન ઈ. સ. ૧૬૭૭ માં થયું હતું ૧૦ એ દૃષ્ટિએ જોતાં આ પ્રતિમાલેખ પરનું વર્ષ ૧૨૩૬ ને બદલે વિ. સં. ૧૭૩૬ હોવાની શક્યતા વધુ બંધ બેસે. આ લેખને પાઠ ઉપલબ્ધ થયે નથી તેમજ દાંતીવાડા જઈને એની ખાતરી થઈ શકી નથી. (૧) ઉત્સવો-પ :
ઉત્સવો જીવનને મધુર બનાવે છે. વિવિધ ઉત્સવો અને પર્વો દ્વારા માણસ માણસ વચ્ચેની નિકટતા વધે છે. ઉત્સવ સમાજનું એક પ્રગતિકારક અંગ છે. ચૌલુક્યકાલને સમાજમાં લેકે અનેક જાતના ઉત્સવો અને તહેવાર ઊજવતા હતા. અભિલેખોમાં આને કઈક કઈક જગ્યાએ નિદેશ થયેલે નજરે પડે છે, પરંતુ સાહિત્યિક વર્ણનોમાં ઉત્સવો અને તહેવારની વિશેષ ચર્ચા કરેલી છે. માન્ય રીતે આ ઉત્સવો અને પર્વો ધર્મને અનુલક્ષીને ઊજવવામાં આવતાં જણાય છે.
આ સમયમાં અભિલેખમાં એકાદશી, પૂર્ણિમા અને અમાસની તિથિઓને નિર્દેશ વારંવાર નજરે પડે છે. એકાદશી, પૂર્ણિમા, અમાસ ઉપરાંત સૂર્યગ્રહણું, ચંદ્રગ્રહણ વગેરેનો ઉલ્લેખ મળે છે તેથી આ તિથિઓનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાનું જણાય છે. તે વખતે નિશ્ચિત વ્રત કરવામાં આવતાં હશે.
હિંદુ પ : એકાદશી
દરેક માસની એકાદશીને ધાર્મિક રીતે પવિત્ર ગણવામાં આવે છે, આથી આ દિવસે દાન આપવામાં આવતું હતું. વિ. સં. ૧૨૩૧ ના લેખમાં ૧૧૧ કારતક સુદિ ૧૧ ને સોમવારે ઉપવાસ કરી ધર્મવૃદ્ધિ તથા માતાપિતાના તેમજ પિતાના યશ માટે જડ ચેતન શિવ અને પુરુષોત્તમની પૂજા કરી ભોજનાલયના નિભાવ માટે ગામ દાનમાં આપવાની નોંધ છે.