________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન
મૂલરાજના કડીના વિ. સ. ૧૦૪૩ ના તામ્રપત્રમાં રુદ્રમહાલયદેવને પૂછતે દાન આપ્યાના ઉલ્લેખ છે. એ તામ્રપત્ર પર નંદીનુ ચિહ્ન છે. ચૌલુકયકાલીન તામ્રપત્રોમાં આ એક જ તામ્રપત્ર પર આ પ્રકારનુ` ચિહ્ન દૃષ્ટિગોચર થાય છે, આ લેખ પરથી રુદ્રમહાલય વિ. સં. ૧૦૪૩ પહેલાં બધાયા હોવાનું જણાય છે. મૂલરાજે આ દાન વઢિયાર દેશના મ`ડલી ગામમાં પોતે સ્થાપેલા મૂલનાથદેવને આપેલ છે. મૂલરાજના આ લેખ એની તીત્ર શિવભક્તિના પ્રબળ પુરાવા પૂરા
પાડે છે.
૧૯૨
વિ. સ. ૧૦૫૧ ના મૂલરાજના બાલેરાના તામ્રપત્રમાં ચરાચર–ગુરુ ભગવાન ભવાનીપતિને પૂછતે શ્રીદુલ'ભાચા'ના પુત્ર દીર્ઘાચા'ને દાન આપેલું છે. આ પણ શૈવ આચાય છે. શૈવ આચાયેલું ચૌલુકયરાજ્યમાં છેક મૂલરાજના વખતથી રાજમાન્ય હશે એવુ' આ લેખ પરથી સ્પષ્ટ થાય છે.
વિ. સં. ૧૦૮૬ ના ભીમદેવના તામ્રપત્રમાં ભગવાન ભવાનીપતિને પૂછને કચ્છમાં મસુર ગામ આચાર્ય મ’ગલશિવના પુત્ર ભટ્ટારક આજપાલને આપ્યા લેખ છે. આ આચાય પાશુપત મતના હોવાનું જણાય છે.
કણુ દેવના ધમડાછાના વિ. સ. ૧૧૩૧ ના તામ્રપત્રમાં ચરાચર–ગુરુ મહેશ્વરને પૂછતે કર્ણદેવે દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રના ખીજા પતરામાં લાટના મહામ`ડલેશ્વર દુર્લભરાજે નારાયણને પૂછને દાન આપ્યાના ઉલ્લેખ છે. બન્ને પતરામાં વર્ષી (શક ૯૯૬ કે વિ. સ. ૧૧૩૧) એક જ છે અને દાન સરખું જ આપેલ છે. આને અથ એ થાય કે, ગુજરાતના રાજા શિવભક્ત હતો અને એ લાટતા મહામ`ડલેશ્વર વિષ્ણુભક્ત હતા.
વિ. સં. ૧૧૪૮ ના સૂણુકના તામ્રપત્રમાં ભગવાન ભવાનીપતિની પૂજા કરીને કર્ણદેવે દાન આપ્યાનો ઉલ્લેખ છે.
વિ. સ. ૧૨૦૨ ના કુમારપાલના માંગરાળના લેખમાં લેખનો આરંભ શિવસ્તુતિથી કરેલો છે અને સુરાષ્ટ્રના સામંત ઞામે પોતાના પિતાના નામ પરથી સહજિંગેશ્વર મંદિર બધાવ્યાના ઉલ્લેખ છે.
વિ. સુ’ ૧૨૦૭ ના ચિતોડગઢના મોકલજીના મંદિરના શિલાલેખમાં કુમારપાલે સમિધ્યેશ્વર મહાદેવને પૂછને શિવચરણની પૂજા માટે ગામ આખા નિર્દેશ છે.
વિ. સ. ૧૨૧૩ ના નાંદોદના તામ્રપત્રમાં તથા વિ. સં. ૧૨૨૫ ના પ્રભુરિત લેખમાં કુમારપાલને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” કહેલ છે.