________________
ધાર્મિક સ્થિતિ
-
૧૯૧
વિદગર્ભ રાશિને બે ગામનું દાન આપેલું હતું. આ ઉપરાંત અન્ય મઠોમાં મહાકાલદેવમઠ તેમજ૫૦ કનખલ તીર્થમાં શિવમંદિર સાથેના મઠને ઉલ્લેખ વિ. સં. ૧૨૬૫ ના લેખમાં થયેલ છે.૫૧ વિ. સં. ૧૨૬૬ માંના એક લેખમાં વિરમેશ્વરદેવના મઠને તેમજ કેદારદેવના મઠને નિર્દેશ થયો છે.પર (૧૧) વિવિધ સંપ્રદાય
ઉપયુક્ત માહિતીના આધારે ચૌલુક્યકાલીન ધાર્મિક પરિસ્થિતિને સામાન્ય ખ્યાલ આવે છે અને એના આધારે ચૌલુક્યકાલમાં વિવિધ સંપ્રદાય હવાનું પણ જણાય છે. શેવ સંપ્રદાય :
ચૌલુક્ય રાજવીઓ ધમપરાપણુ રાજવીઓ હતા. એનો કુલ ધમ શૈવ ધમ હોવાનું એઓના પ્રાપ્ત લેખે પરથી સ્પષ્ટપણે કહી શકાય છે. સોલંકીઓ પિતાને ઘરમાર તરીકે ઓળખાવતા હતા. વરમમાÈશ્વર એટલે મહેશ્વર(શિવ)ના પરમ ઉપાસક. ઘણું ઉત્કીર્ણ લેખમાં કેટલાક રાજાઓને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” તરીકે પણ ઓળખાવેલા છે.૫૩ કુમારપાલનું એ એક ખાસ બિરુદ હતું.
દાનશાસનના આધારે શિવપૂજા વિધિ તેમજ એનું મહત્ત્વ જાણવા મળે છે. પૂર્વે ચર્ચા થઈ ગયા મુજબ શિવની પૂજા મુખ્યત્વે પંચોપચારે ગંધ, પુષ્પ ધૂપ, દીપ અને નેવેદ્ય વડે થતી. કુમારપાલના વિ, સં. ૧૨૦૨ ના દાનશાસનમાં આ પ્રકારની પૂજાને સ્પષ્ટ ઉલ્લેખ થયેલું છે. આ સિવાયનાં અન્ય દાનશાસનમાં પણ શિવપૂજાના ઉલ્લેખે ઉપલબ્ધ છે.
વિ. સં. ૧૦૫૧ ના મૂળરાજ ૧ લાના લેખમાં, વિ. સિં. ૧૪૮ ના કર્ણદેવ ૧ લાના લેખમાં, વિ. સં. ૧૨૨૫ માં કુમારપાલે, વિ. સં. ૧૨૩૧ માં અજ્યપાલે વગેરેએ શિવપૂજા કરી હતી.
કેટલીક વાર કોઈ વિશેષ તહેવાર કે અગત્યના પવે શિવપૂજા વિશિષ્ટ રીતે સંપાદિત થતી. કુમારપાલે વિ.સં. ૧રસ્પ માં ચંદ્રગ્રહણના સમયે સોમનાથની કરેલી પૂજા આનું દૃષ્ટાંત છે. વિ.સં. ૧૨૩૧ માં અજયપાલે અગિયારસના દિવસે ઉપવાસ કરીને શિવપૂજા કરી હતી.
ચૌલુક્ય રાજવીઓએ શૈવ ધર્મની આસ્થા ધરાવનારાઓને દાને વધુ આપ્યાં છે; જેમકે મૂલરાજના વિ. સં. ૧૦૩૦ ના તામ્રપત્રમાં લુચ્છકાચાર્યને દાન આપ્યાને ઉલ્લેખ છે.