________________
૧૯૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી કરવામાં આવતી હતી. આ પૂજામાં પાઘ, અર્થ, આચમનીય, સ્નાન ને યજ્ઞોપવીતના બીજા પાંચ ઉપચાર કરવામાં આવે તે તેમને દશેપચાર પૂજા કહેવાય છે. આમાં આવાહન, આસન, વસ્ત્રાલંકાર, નમસ્કાર, પ્રદક્ષિણ અને વિસજનના બીજા છ ઉપચાર ઉમેરવામાં આવે તે એ ષડપચાર પૂજ થઈ કહેવાય.પ ચૌલુકયકાલીન દાનશાસનમાં દેવપૂજાની માહિતીમાં સ્નાન, ગધ, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.૪૬
ઉપર્યુક્ત દેવપૂજાની જે વિગતે જણવેલી છે તેમાં પંચોપચાર પૂજાને સ્પષ્ટ ઉલ્લેખ ચૌલુક્યોનાં દાનશાસનેમાં મળે છે. વિ. સં. ૧૨૦૨ ના દાનશાસનમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ છે. આ ઉપરાંત આ સમયનાં ઘણાંખરાં દાનશાસનમાં દેવપૂજાના ઉલ્લેખ જોવા મળે છે; જેકે ચૌલુક્ય રાજવીઓ શૈવધર્મી હોવાથી શિવપૂજાના ઉલ્લેખ વિશેષ મળે એ સ્વાભાવિક છે; જેમકે વિ. સં ૧૦૫૧ ના મૂલરાજ ૧ના લેખમાં શિવપૂજાને ઉલ્લેખ છે, વિ. સં. ૧૧૪૮ ના કર્ણદેવ ૧ના લેખમાં શિવપૂજાને ઉલ્લેખ છે. દાનશાસનમાં આ દેવપૂજા સામાન્ય દિવસે ઉપરાંત તહેવારના વિશેષ દિવસમાં કરવામાં આવતી હતી, જેમકે વિ. સં. ૧૨૨૫ માં કુમારપાલે ચંદ્રગ્રહણના સમયે તેમનાથની પૂજા કરી હતી. આ ઉપરાંત વિ.સં. ૧૨૩૧ માં અજયપાલે અગિયારસના દિવસે ઉપવાસ કરીને શિવ અને પુરુષોત્તમની પૂજા ક્યના ઉલ્લેખ છે. આ દેવપૂજા અખંડ ચાલુ રહે એ માટે પણ દાન આપવામાં આવેલાં હતાં; જેમકે વિ. સં. ૧૩૦૨ માં કુમારપાલે શિવની પૂજાને પ્રબંધ કર્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૮૩ માં ભીમદેવ ૨ જાએ નિત્યપૂજા માટે દાન આપેલ હતું. શિવપૂજાની સાથે સાથે જૈન તીર્થંકરની પૂજાના પણ ઉલ્લેખ દાનશાસનમાં પ્રાપ્ત થાય છે, જેમકે વિ. સં. ૧૨૮૭ માં ભીમદેવ રજાના લેખમાં નેમિનાથ દેવની અષ્ટભોગ પૂજાને ઉલ્લેખ આવે છે.૪૮ આમ ચૌલુક્યકાલીન દાનશાસનમાંથી દેવપૂજાની માહિતી પણ પ્રાપ્ત થાય છે.
(૧૦) આશ્રમે ?
દેવાલયની સાથે સાથે સાધુઓ, સંન્યાસીઓ તેમજ મહ તેના નિવાસ માટે આશ્રમ કે મઠ બાંધવામાં આવતા હતા; ચૌલુક્યકાલીન દાનશાસનેમાં એના પણ ઉલ્લેખ મળે છે. આ સમયે શિવાલ સાથે શૈવ મઠો પણ સ્થપાયેલા હતા. આમાં મઠના વડાને “મઠાધિપતિ” કહેવામાં આવતું. આ સમયમાં મંડલી, આબુ અને સોમનાથ જેવાં સ્થાનમાં મુખ્ય મઠ આવેલા હતા. મંડલીમાં મઠના સ્થાન પતિ તરીકે વિ. સં. ૧૨૮૩ માં વેદગર્ભ રાશિ હતા.૪૯ ઈ. સ. ૧૨૪૩ માં ત્રિભુવનપાલે