________________
ધાર્મિક સ્થિતિ
( ૧૯૩
વિ. સં. ૧૨૨૦ ના ઉદયપુરના શિલાલેખમાં પણ કુમારપાલને “ઉમાપતિ વરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” કહ્યો છે તેમજ કુમારપાલના મહાસંધિવિગ્રહક વસંતપાલે ઉલેશ્વદેવ માટે દાન આપ્યાને ઉલ્લેખ છે.
વિ. સં. ૧૨૨૫ માં સોમનાથની ભાવબૃહસ્પતિ પ્રશસ્તિ લખાયેલ છે. તેમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સમયમાં સોમનાથના મઠપતિ ભાવબૃહસ્પતિની દેખરેખ નીચે મંદિરને જીણોદ્ધાર થયો હતો. આ વખતે કુમારપાલે ભાવબૃહસ્પતિને બ્રહ્મપુરી ગામનું દાન આપેલું. આ પાશુપતાચાર્ય ભાવબૃહસ્પતિ વિશે એ પ્રશસ્તિમાં જ લખ્યું છે કે એઓ કાન્યકુબજ બ્રાહ્મણ હતા અને માળવાના રાજાના ગુરુ હતા, એમણે અનેક શિવમંદિર બંધાવ્યાં હતાં. એમણે એમનાથના રસ્તામાં વાવ બાંધી સત્કાર્યો પણ કર્યા હતાં.
ઉપયુક્ત દાનશાસનોના આધારે ચૌલુક્યકાલમાં શૈવધર્મ કેટલું વ્યાપક હતા એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ સમયમાં ગુજરાતમાં મુખ્ય ત્રણ શૈવ મંદિરધામે હોવાનું પ્રતીત થાય છે : . .
(૧) મંડલી(માંડલ, તા. વિરમગામમાં મૂળરાજે બંધાવેલ મૂલેશ્વરદેવનું મંદિર, ' (૨) સિદ્ધપુરનું રુદ્રમહાલય . (૩) પ્રભાસનું સેમિનાથનું મંદિર
, (૧) અભિલેખેમાં ઉહિલખિત વિવિધ શિવાલ:
ચૌલુક્ય રાજવીઓ ધર્મપરાયણ હતા એ ઉપરાંત એઓ શૈવધર્મના પરમ સમથકે પણ હતા. આ કારણે સર ચૌલુક્ય રાજવીઓએ અસંખ્ય શૈવમંદિરે બંધાવ્યાં તેઓના નિભાવ માટે દાન આપ્યાં અને એના જીર્ણોદ્ધાર કરાવ્યા.
અભિલેખોને આધારે શિવાલયનાં વિવિધ નામો જાણવા મળે છે. . જોકે આ મંદિરની વધુ વિગતો કલાના પ્રકરણમાં આપેલી છે, જેવી કે વિ. સં. ૧૨૦૭ ના લેખમાં સમિહેરના મંદિરને ઉલ્લેખ છે. લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિર ચિતોડગઢમાં આવેલું છે.
વિ. સં. ૧૧૦૩ ના લેખમાં મણેશ્વરના મંદિરનો ઉલ્લેખ છે. ૫૪ મણેશ્વરનું મંદિર એ હાલનું મણિનાગેશ્વરનું મંદિર (તિલકવાડા) હેવાનું જણાય છે.
વિ. સં. ૧૧૭૬ ના લેખમાં સોમનાથ પાટણના સોમનાથ મંદિરનો ઉલ્લેખ આપેલ છે.