________________
રાજ્યતંત્ર
:
૧૧૫
લેખપદ્ધતિ–ગ્રંથમાં ઘણા નમૂના ચૌલુકકાલને લગતા અભિલેખોમાંથી આપવામાં આવેલા છે.૧૦ આ ગ્રંથમાં ૩૨ ખાતાં ગણવામાં આવેલાં છે, જેવાં કે,
૧. શ્રીકરણ એટલે આવકખાતું ૨. વ્યયકરણ એટલે ખર્ચખાતું ૩. ધર્માધિકરણ એટલે ન્યાયખાતું ૪. મંડપાધિકરણ એટલે માંડવી ખાતું ૫. વેલાકુલકરણ એટલે બંદરખાતું ૬. જલપથકરણ એટલે જલમાર્ગો અને માર્ગોનું ખાતું છે. ઘટિકાગ્રહકરણ એટલે શાળાના મકાનનું ખાતું ૮, ટંકશાલાકરણ એટલે ટંકશાળખાતું ૯. દ્રવ્યભાંડાગારકરણ એટલે વસ્તુભડારખાતું ૧૦. અંશુભાંડાગારકરણ એટલે વસ્ત્રભંડારનું ખાતું ૧૧. વારિગૃહકરણ અને એટલે રાજમહેલનું ખાતું ૧૨. દેવમકરણ | ૧૩. ગણિકાકરણ એટલે ગણિકાનું ખાતું ૧૪. હસ્તિશાલાકરણ એટલે હસ્તશાળાનું ખાતું ૧૫. અશ્વશાલાકરણ એટલે અશ્વશાળાનું ખાતું . ૧૬. કલભશાલાકરણ એટલે ઊટશાળાનું ખાતું ૧૭. શ્રેણિકરણ એટલે વેપારખાતું ૧૮. વ્યાપારકરણ એટલે રાજકીય ખાતું ૧૯. તત્રકરણ એટલે રાજકીય ખાતું ૨૦. કેષ્ઠાગારકરણ એટલે કોઠારખાતું ૨૧. ઉપક્રમકરણ એટલે અમાત્ય પરીક્ષાનું ખાતું . ૨૨. કર્મકરકરણ એટલે જાહેર બાંધકામનું ખાતું ૨૩. સ્થાનકરણ એટલે જાહેર બાંધકામખાતું ૨૪. દેવકરણ એટલે દેવસ્થાનનું ખાતું ૨૫. સંધિ(વિગ્રહ)કરણ એટલે વિદેશ ખાતું ૨૬. મહાક્ષપટલીકરણ એટલે દફ્તરનું ખાતુ ૨૭. મહાનસકરણ એટલે રસોડાખાતું ૨૮. જયનશાલાકરણ એટલે આયુધ ખાતું - ૨૯. સત્રાગારકરણ એટલે સદાવ્રત ખાતુ