________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
૩૦. અંતઃપુરકરણ ૩૧. સુવર્ણકરણ ૩૨. કેણિકા
ઉપર દર્શાવેલ વિવિધ ખાતાઓ પૈકી ચૌલુકથકાલના અભિલેખોમાં શ્રીકરણ,૧૨ વ્યયકરણ, વ્યાપાર, ૧૪ દેવકરણ,૧૫, મંડપિકા ૧૬ મહાક્ષપટલ,૧૭ સંધિવિગ્રહ૧૮ અને શ્રેણીના ઉલ્લેખ મળે છે, આથી શક્ય છે કે “લેખપદ્ધતિમાં જણાવેલ મેટાભાગનાં ખાતાંઓ ચૌલુકાના રાજ્યને લગતાં હોય.
ચીલુછ્યકાલીન અભિલેખમાં નીચે પ્રમાણેના અધિકારીઓના ઉલ્લેખ મળે છે :
મહામાત્ય
મહામાત્ય એ રાજયને વરિષ્ઠ અધિકારી હતે. પ્રત્યેક વહીવટી કાર્યમાં રાજા એને અભિપ્રાય પૂછતે. રાજ્યની મહામુદ્રા તેની પાસે રહેતી. એટલા માટે લેખોમાં તેને બીજાતિમતમુદ્રાધ્યાપારાન્જરિથતિ’ કહ્યો છે. આ શબ્દનો અર્થ “નાણાને વેપાર” કે “નાણુંવટીને ધંધે કરતા હતા” એ કર યોગ્ય નથી, પરંતુ લાલચંદ ગાંધીના મતે-“મહારાજા તરફથી મળેલી મંત્રિ–મુદ્રા (અધિકારાણા) દ્વારા રાજ્યકારભાર કરતા” એવો અર્થ ઉચિત, જણાય છે.૧૮ મહામાત્યના હાથ નીચે મંત્રીઓ અથવા સચિવો પણ હતા. મહામાત્યને “મહામંત્રી” અથવા “મહત્તમ” તરીકે પણ ઓળખવામાં આવતા. મંત્રી, પ્રધાન અને સચિવ –
અધિકારીઓમાં મંત્રીઓ પ્રધાન અને સચિના વારંવાર નિર્દેશ થયેલા જણાય છે. જેમકે ભીમદેવ ૨ જાને સમયના વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭) ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજન મહામંત્રી માધવ હતું તેમજ માધવનો વંશજ વલ કુમારપાલને સચિવ હતો.
આબુના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં વૃણિગ, મલ્લાદેવ, વસ્તુપાલ અને તેજપાલ સચિવ કે મંત્રી હોવાનો ઉલ્લેખ થયેલા છે. સિદ્ધરાજ
સિંહને દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે દધિપદ્રમંડલને વહીવટી મંત્રી સેનાપતિ કેશવ હ. આ પરથી જણાય છે કે “મંત્રી” અને “સચિવું શબ્દો ઘણું કરીને એક અર્થમાં વપરાતા હશે અને મહામાત્યને “મહામંત્રી પણ કહેતા હશે.