________________
૧૧૪
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન
કહેવાતા. મેરા સામંતે “મહારાજ” કહેવાતા હતા, જ્યારે ઠકરાતના માલિકે માટે “રાણક” (રાણે) બિરુદ પ્રજાતું. ચૌલુક્યોમાં પટરાણી માટે “મહારાજ્ઞી” બિરુદ હતું. “યુવરાજ” બિરુદનો સ્પષ્ટ ઉલ્લેખ અભિલેખોમાં થયેલે જણ નથી. મૂળરાજ ૧ લાના શાસનકાળ દરમ્યાન ચામુંડરાજે યુવરાજ તરીકે દાન આપ્યું હતું પરંતુ એને અભિલેખમાં યુવરાજ તરીકે નિર્દેશ થયેલ નથી. અલબત્ત, આબુના રાજા ધારાવર્ષના સમયમાં ધારાવર્ષને ના ભાઈ યુવરાજ તરીકે અધિકાર ધરાવતા હતા. અભિલેખેંમાં ક્યારેક “મહારાજપુત્ર” બિરુદને પણ નિર્દેશ થતો હતો. રાજાનાં કાર્યો
- રાજાને મુખ્ય ધર્મ પ્રજા અને પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું રહેતું. શત્રુઓ સામે યુદ્ધ કરી પ્રજાનું રક્ષણ કરવું એ રાજાની મુખ્ય ફરજ બની રહેતી. એ વહીવટની સુગમતા ખાતર નાના મોટા અધિકારીઓની નિમણૂક કરો અને તંત્ર ચલાવવા માટે આવશ્યક રાજકેશ ઊભો કરવા એ વિવિધ કરવેરા પણ લેત. દુષ્કાળ જેવી વિપત્તિને વખતે એ જમીન–મહેસૂલ પણ માફ કરતે હતિ. અન્યાયી વેરાઓને રદ પણ કરતે; જેમકે કુમારપાલે અપુત્રિકાધનને ત્યાગ કર્યો તેમજ સિદ્ધરાજે યાત્રાવેરે માફ કર્યો હતો.
મંદિર, દેરાસરો તેમજ બ્રાહ્મણને રાજાઓ તરફથી નિભાવ માટે દાનરૂપે આર્થિક સહાય પણ મળતી. રાજા તરફથી અપાયેલ દાનનું શાસન રાજા પોતે ફરમાવતો. રાજ્યમાં આવેલાં છ મંદિરને ઉદ્ધાર કરે તથા નવા મંદિરનું નિર્માણ કરવું, પ્રજાને ઉપયોગી એવાં વાવ-કૂવા વગેરે જળાશ કરાવવાં વગેરે કાર્યો રાજા તેમજ રાજપરિવારના સભ્યો કરતા, ઉપરાંત કલા, સાહિત્ય તેમજ વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રાજ રાજ્યને વિકાસ કરવા તત્પર રહેતા હેવાની અભિલેખો પરથી પ્રતીતિ થાય છે.
અધિકારીઓ રાજ્યમાં વહીવટની સુગમતા માટે જુદા જુદા વહીવટી વિભાગે હતા અને એમને માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. આ સમયના લેખોમાં આમાંના કેટલાક અધિકારીઓને નિર્દેશ મળે છે.
રાજ્યના વહીવટ માટે રાજ્યતંત્રને વિવિધ કારણો, અધિકારણે કે ખાતાઓમાં પણ વહેંચવામાં આવતું, વિવિધ પ્રકારના શાસનલેખોના સંગ્રહરૂપે લખેલા,