________________
રાજ્યતંત્ર
આ પૂર્વે ચૌલુક્યકાલીન અભિલેખોને આધારે આ કાલના રાજવંશની રાજકીય પરિસ્થિતિનું અવલોકન કર્યું. એ પરથી સ્પષ્ટ થાય છે કે ચૌલુક્યોના: સમય દરમ્યાન ગુજરાતને વિસ્તાર વર્તમાન ગુજરાતની સીમાથી પણ વધું થયા હતે. આટલા મોટા રાજ્યની આબાદીને મુખ્ય આધાર સુયોજિત અને કાર્યક્ષમ રાજ્યતંત્ર પર નિર્ભર રહેતા. ચૌલુક્યોએ પિતાના રાજ્યતંત્રને આ માટે વિકાસ કર્યો હતો. તેમણે આ રાજ્યતંત્રને પ્રયોગ પોતાની સીધી હકૂમતવાળા પ્રદેશોમાં કર્યો હતો. અહીં અભિલેખેને આધારે રાજ્યતંત્ર વિશે મળતી માહિતીનું વિહંગાવલન પ્રસ્તુત છે.
રાજ રાજા રાજ્યને સર્વોપરિ હતા. એ દરેક પ્રકારના હક ધરાવતે. ચીલુંછ્યુંરાજ્યની શરૂઆતમાં રાજા મહારાજાધિરાજ' બિરુદ ધારણ કરતે હતો. ૧ સમય જતાં એ “પરમભટ્ટારક” “મહારાજાધિરાજ” અને “પરમેશ્વર” એમ ત્રણેય બિરુદ ધરાવતો થયો.
કેટલાક રાજાઓ એમનાં વિવિધ પરાક્રમોને આધારે વિશિષ્ટ બિરુદ પણ ધારણ કરતા; જેમકે કર્ણદેવ ૧ લાએ “ૌલેક્યમલ્લ, જ્યારે કુમારપાલે “અપરાજન” રાજનારાયણ”, “લક્ષ્મીસ્વયંવર”, “ઉમાપતિવરલબ્ધપૌઢપ્રતાપ”, “ઉમાપતિવરલબ્ધપ્રસાદ”, “પરમમાહેશ્વર”, “પરમભટ્ટારક” વગેરે, જ્યારે સિદ્ધરાજ જયસિંહે
લેગડ”, “સિદ્ધચક્રવતી, “અવંતીનાથ”, અને “બર્બરકજિષ્ણુ”, જ્યારે ભીમદેવ ૨ જાએ “અભિનવ સિદ્ધરાજ', “બાલનારાયણવતાર અને સપ્તમચક્રવતી” અને સિંહ ર એ “એકાંગવીર”, “એકાંગવીરતિલક”, “અભિનવસિદ્ધરાજ જેવાં બિરુદ ધારણ કરેલાં છે. સામંતનાં બિરુદે
સામંત રાજવીઓ “મંડલેશ્વર” કે “મહામંડલેશ્વર” તરીકે ઓળખાતા.. કયારેક એઓ માંડલિક” પણ કહેવાતા. ક્યારેક તેઓ “મહામાંડલિક” પણ