________________
૯૬
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
આપેલાં દાન મંગલપુર (માંગરાળ), ચાલુયાવાડ (ચોરવાડ), વલઈજ (બળેજ), લાઠીપદ્ર પથક (લાઠાદરા તાલુકો) અને વામનસ્થલી (વંથલી) સાથે સંકળાયેલાં હતાં. આ લેખ મૂળમાં ચોરવાડના જડેશ્વર મદિરમાં હાવાનુ` ધારવામાં આવે છે. ત્યાંથી તેને વિ. સં. ૧૩૭૫ (ઈ. સ. ૧૩૧૯)માં બધાયેલી સાઢલી વાવની એક દીવાલમાં ચણવામાં આવેલ.
ગૃહિલ મૂલુકના પુત્ર રાણકના એક લેખ માંગરાળથી પૂ`દિશાએ પદ્મકુંડ પાસેના કામનાથ મહાદેવ પાસેથી મળેલા છે. વલભી સ. ૯૧૧ (ઈ. સ. ૧૨૨૯) ના આ અભિલેખમાં ઠક્કર મૂ લુકના પુત્ર રાણક રાણાએ માંગરાળ પાસેના ઘેલાણામાં આવેલ ભૃગુમઢમાં દેવની પૂજા અર્થે આસનપટ્ટ આપ્યાનુ નોંધાયુ છે.૩૦
ઉપયુ`ક્ત એ લેખા સિવાય ગૃહિલાના આ કાલના ખીજા લેખો મળતા નથી. સ. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨) માં કોડીનાર પ્રશસ્તિ લેખ પરથી જણાય છે કે ગાહિલા પાસેથી ચૌલુકયોંએ એ પૂર્વ સત્તા કબજે કરી હશે.૩૧ અહી ઉપયુ ક્ત લેખામાં આપેલ વિગતો પરથી ગૃહિલ વ ́શની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય :
સાહાર
સહન્ટિંગ
મૂ લુક
રાણક
.
સામરાજ
મેહર રાજ્ય :
ભાવનગર પાસે તળાજાની નિકટ ટીમાણામાં મેહરવંશનું એક નાનું રાજ્ય આ સમયગાળામાં આવેલું હતું. આ વંશના જગમલ્લ નામના રાજવીનુ વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭) નું તામ્રપત્ર ટીમાણામાંથી પ્રાપ્ત થાય છે. આ તામ્રપત્રમાં ચૌલુકભ મહારાજાધિરાજ ભીમદેવ ૨ જાના શાસન દરમ્યાન મેહર રાજા જગમલ્લે પેાતાના માતાપિતાના પુણ્ય અથે તળાજાનાં એ મદિરાના નિભાવ માટે ભૂમિ દાનમાં આપ્યાની નોંધ છે. આ ભૂમિદાન અંગે કાંબલઉલિ, ફૂલસર, કુંઠાવલી, ખાલાક અને ટિમ્બાનક ગામાની ભૂમિ આપ્યાના ઉલ્લેખ મળે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે આ દાનની પૂતિ શ્રેષ્ઠી વલહેલ અને સમસ્ત મહાજને પ્રતિવષ દરેક દુકાન દીઠ એક ‘રૂપક’ આપીને કરી હતી.