________________
રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય
:
૪, વાજા વંશ ' આ વંશની ઉત્પત્તિ વિક્રમ સંવતની ૧૩ મી શતાબ્દીના અંતિમ ભાગમાં પ્રભાસપાટણમાં થઈ હોવાનું માનવામાં આવે છે. તેના સ્થાપક તરીકે વિજાજીનું નામ અપાયું છે. ૨૩
જેકે વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના સમયના શ્રીધરની સોમનાથ પાટણ પ્રશસ્તિ લેખના આધારે જણાય છે કે એ વખતે પ્રભાસપાટણ અને તેની આસપાસનો પ્રદેશ ભીમદેવ. ૨ જાના સીધા આધિપત્ય નીચે હતે.
આથી હવે સવાલ એ થાય છે કે વિજાજીએ પ્રભાસપાટણ પર ક્યારે અધિકાર કર્યો હશે. આ બાબતમાં શંભુપ્રસાદ હ. દેશાઈનું માનવું છે કે પ્રભાસપાટણમાં વાજાવંશની સ્થાપના ઈ. સ. ૧૨૪૫ માં થઈ હતી. જ્યારે હરિશંકર શાસ્ત્રીએ આ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જણાવ્યું છે કે વાઘેલા અજનદેવના સમયમાં વેરાવળ હરસત માતાના મંદિરમાં વિ. સં. ૧૩૨૦ (ઈ. સ. ૧૨૬૪)ના લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રભાસપાટણમાં રાજશ્રી છાડાનું રાજ્ય હતું. આથી વિજાજીના સમય વિશે વિચાર કરીએ તે માત્ર ૨૦ વર્ષના ટૂંકા ગાળામાં અર્થાત ૧૨૪૫ થી ૧૨૬૪ દરમ્યાન પ્રભાસપાટણમાં ત્રણ રાજાઓ, થયા એમ માનવું પડે. આથી વધુ સંભવિત તે એ જણાય છે કે વિજાજીએ ઈ.સ. ૧૨૪૫માં નહિ પરંતુ એ પહેલાં એટલે કે ભીમદેવ ૨ જાના સમયમાં ભીમદેવના મંત્રી શ્રીધર પછીના અધિકારીઓ પાસેથી આ પ્રદેશ જીતી લઈ વાજા વંશની સ્થાપના કરી હશે.૨૭ ૫. માંગરોળને ગૃહિલ વંશ
માંગરોળમાં ગૃહિલેની સત્તા ૧૧મી સદીમાં સ્થપાયાનું જણાય છે. આ વંશને પ્રાચીનતમ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ને મૂલુકને મળે છે. આ લેખ માંગરોળની સોઢલી વાવમાંથી ઉપલબ્ધ થયો છે. કુમારપાલના સમયના એ અભિલેખમાં કેટલાંક દાનની નેંધ આપી છે. ૨૮ - પ્રસ્તુત દાન ગૃહિલવંશના ઠકકુર મૂલુકે સહજિગેશ્વર મંદિરના નિભાવ માટે આપેલાં હતાં. આ મંદિર મૂલુકના ભાઈ સેમરાજે બંધાવ્યું હતું. આ લેખમાં જણાવ્યા અનુસાર મૂલુક સાહારને પાત્ર અને સહજિગને પુત્ર હિતે. સહજિગ ચૌલકી ચક્રવતિને અંગરક્ષક હતા.-હિલે સૌરાષ્ટ્રમાં ચૌલુક્યોવતી શાસન ચલાવતા હતા. મંગલપુર (માંગરોળ) સંભવતઃ હિલેાની સત્તાનું કેન્દ્ર હતું. મૂલુકે