________________
૯૪
ગુજરાના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
છે. આ લેખના આધારે જણાય છે કે આલ્કલદેવે ભૂતાંઅિલી(ભૂમલી–ધૂમલી)માં પોતાની રાજધાની રાખી હતી અને તેને ફરતો રાજ્યવિસ્તાર જ્યેષ્ટુક દેશ તરીકે ઓળખાતા હતા.૧૭ આ બાલદેવ કયા વશતા હતા તે તામ્રપત્ર પરથી નક્કી થઈ શકતું નથી, પરંતુ તે સ'ભવતઃ જેઠવા જાતિને હાવાનુ જણાય છે. આવુ મંતવ્ય બાંધવા માટે તામ્રપત્રમાં ઉલ્લેખાયેલ જ્યેષ્ટુકદેશ તથા તેના પછી ધૂમલીમાંથી રાજ્ય કરતા જેઠવા વંશના રાજાઓની મળતી વિગતો સહાયભૂત થાય છે.
ભાટચારણાની અનુશ્રુતિએ માં જેઠવા વાના શરૂઆતના રાજાના જે ઉલ્લેખ થયા છે તેમાં ઐતિહાસિક તથ્ય ભાગ્યે જ જણાય છે. આ વંશના સીધા નિર્દેશવાળા જૂનામાં જૂના અભિલેખ વિસાવાડા (જિ. પોરબંદર)ના સિધ્ધેશ્વર મંદિરમાં વિ. સ`. ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)ના “રાશ્રી સીહ”ના રાજ્યને પ્રાપ્ત થયા છે.૧૮ આ લેખમાં રાણુશ્રી વિક્રમાયિની મૂર્તિ વિસાવાડામાં તે જ વર્ષે સ્થાપિત કરાવ્યાના ઉલ્લેખ થયેલા છે. આ રાશ્રી સિંહને ઉલ્લેખ વિ. સં. ૧૨૬૨ (ઇ. સ, ૧૨૦૬)ના આજક ગામમાંથી પ્રાપ્ત થયેલા લેખમાં પણ થયેલા છે. ભાટ ચારણાની વંશાવળી અનુસાર જોઈએ તેા રાશ્રી વિક્રમાદિત્ય તે વિકિયાજી ર જો અને રાત્રી સિંહ તે વિજયસિ ંહ હોવાનુ` પ્રતીત થાય છે.૧૯ મિયાણીના વિ. સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)ના સ્તંભલેખમાં૨૦ સ્થાનિક રાજાનું નામ સુવાચ્ય બન્યું નથી પણ તે સ ંભવતઃ આ વંશના હોવાનુ જણાય છે. કારણ કે ભાટચારણાની અનુશ્રુતિ પ્રમાણે જેઠવાઓએ મિયાણીને પણ કેટલાંક વર્ષોં માટે પોતાની રાજધાની બનાવી હતી.
પોરબંદરના વિ. સં. ૧૩૧૫ (ઇ. સ. ૧૨૫૯)નો શિલાલેખ૨૧ સૂચવે છે કે ધૂમલીની આજુબાજુના વિસ્તાર ચૌલુકય સજવી વીસલદેવના આધિપત્ય નીચે હતા. તે વખતે સૌરાષ્ટ્રના ઉપરાજ સામંતસિ હુ હતા. જેઠવા વંશની ભાટચારણાની વ`શાવળીમાં આ રાજા સિહના શિયાળ તરીકે ઉલ્લેખ કરેલો છે.
આ સિ’હુ ધાળકાના વાઘેલા રાજા વીસલદેવને મામા થતા હતા અને એકવાર ધાળકામાં તે એક પૌષધશાળા નીચેથી જતા હતા ત્યારે પૌષધશાળાના નોકરથી તેના પર કચરો પડતાં તે ગુસ્સે થયા અને પૌષધશાળામાં જઈને અપશબ્દો ખેલી આવ્યો. પરિણામે ગુસ્સે થયેલા મંત્રી વસ્તુપાલે સિ ંહની જમણા હાથની હથેળી ઉતરાવી લીધી. આથી જેઠવાએ ગુસ્સે થયા. રાજા વીસલદેવે એ બાબતનુ કારણ જાણી વસ્તુપાલે યોગ્ય જ કર્યુ છે તેમ જણાતાં સિંહ જેઠવાએ મંત્રી વસ્તુપાલની ક્ષમ્રા માંગીને પૌષધશાળામાં પોતે કરેલ તોફાન માટે ક્ષેાભ અનુભવ્યો હાવાની ઘટના રાજશેખરે ‘પ્રબંધકોશ'માં નોંધી છે.૨૨