________________
સમ્યકત્વ
વાપરે છે ત્યારે તે વાપરનારાને તેથી કાંઈ દુઃખ થતું નથી પરંતુ જેનારાની આંખે દુઃખવા આવે છે. શ્રેણિક મહારાજનું જીવન તે જાણે છોને? એમનો શો નિયમ હતે? ભગવાન મહાવીર સ્વામીની ખબર આપનારાને મહારાજા શ્રેણિક ૧૨ કરોડ સેનૈયાનું દાન આપતા હતા ! કેઈ એવા સમાચારો આપે કે ભગવાન સુરતથી કતારગામ આવ્યા છે, તે એ સમાચાર–એ વધામણી આપનારને ૧રા કરેડ સેનૈયાનું ઈનામ! આ સાંભળતાં તમારાં હૃદય તે બંધ થઈ જાયને? વસ્તુતઃ બંધ ન થવાં જોઈએ પણ ઉલ્લસવાં જોઈએ.. આનું નામ તે ભક્તિ !
ભક્તિમાં જરૂરિયાતને પ્રશ્ન જ નથી.
અને આજે? આજે તે ભક્તિમાં ફક્ત જરૂરિયાત જ જોવાય છે ! સ્ત્રીપુત્રાદિને ઘરેણાં વસ્ત્રો લાવવાં હોય તો ત્યાં જરૂરિયાતને સવાલ નથી ! ખાલી સૂકા ખાખરા ખાવાથી શું મનુષ્ય મરી જાય છે? નહિ જ ! તે પછી ઘી દૂધ શા માટે જોઈએ છે વારૂ ! સ્ત્રીને સાદી સાડીથી ચાલે કે ન ચાલે ? ચાલે. છતાં તેને માટે પાંચસોને સાળુ જરૂર વેચાતે લેવાય જ ! ત્યાં જરૂરિયાતને સવાલ નથી, પરંતુ શાસનસેવામાં પેસે નાંખવાને આવ્યા તે તરત જ ડાહ્યા થનારાઓ. મળી આવશે અને કહેશે કે આ ખર્ચ બિનજરૂરિયાત છે !
વિચાર-પલટ થયો નથી!
બીજા કેઈ સ્થળે જરૂરિયાત જેવાતી નથી, પણ અહીં જ જરૂરિયાત જેવાય એનું કારણ શું? એ જ કરાયું છે કે હજી વિચારોનો જે પલટ થવો જોઈએ તે થયો નથી! ધર્મ કરનારાઓ ધર્મ કરે છે, શાસનની સેવા કરે છે, સાધર્મિકોની ભક્તિ કરે છે તે છતાં મેટું બીજા જ બગાડે છે કે જેઓ એમાંનું કાંઈ જ કરતા નથી. આ દષ્ટાંત સાથે નીચેનું ઉદાહરણ મેળવો –