________________
૪ર૭
તે એ આપે કે ગમે તેવા પાપી હૃદયને હલાવી દે ! એક મૃત્યુ પરજ માનવ હૃદયથી વિચારે તે ય ધર્મમાં લાગી જાય. એમ તે ધર્મ માટે પ્રેરણું કરનાર ઘણા તો છે. તેમાં મૃત્યુ એક મહત્ત્વનું તત્ત્વ છે. ઘણા પર મૃત્યુની તલવાર લાગી છે. આપણા પર પણ એના આખરે એક ઝટકાની જ વાર છે. કુટુંબ જાણે સમજતું રહેશે કે શેઠ સૂઈ ગયા છે. પણ ચાર કલાક પછી જોતાં ખબર પડી કે શેઠ તે ગયા !
માતાને દંભ –શિખીકુમાર મુનિએ દિવ્ય ઉપદેશ આવે, પરંતુ માતા તીવ્ર મોહના અનુબંધનું વાવેતર કરીને આવી છે, એટલે એને આ કાંઈ સમજવું નથી, એને તે મુનિને વિશ્વાસમાં લઈ, એમનું નિકંદન કાઢવું છે, તેથી દંભથી કહે છે, “તે પછી મને ઉચિત વ્રતે આપે. મારાથી લાંબુ તે નહીં થાય. પણ અવસ્થાને ઉચિત વ્રત હું લઈ શકું. તે મને આપે. માતા દંભી છે, પણ પુત્ર મુનિ સરળ છે; કહે છે : “સાચું છે, જે આવું જ છે એ તે ધર્મનું જ શરણું લે. મૃત્યુની ધાડ પહેલાં જ એ શકય છે. માતા : “તે તે ચારિત્ર જ આપે.” એમ નથી કહેતી ને અવસ્થાને આગળ કરે છે. જેથી સામાને એની નિખાલસતા લાગે. મુનિ એને સમ્યકત્વ ને વ્રતે આપે છે. મુનિને શી ખબર છે કે આમાં મને જ મારી નાખવાની બુદ્ધિ છે? ત્યારે તમને એમ થતું હશે કે બહુ ખરાબ સ્ત્રી ! પણ એમ કહી બેસી રહેતા નહીં. કેમકે