________________
[ મહાન ગુજરાત, रेवइभित्त छत्तीस अज्जमंगू अ वीस एवं तु । चउसय सत्तरि चउसय, तिपन्ने कालगो जाओ ॥ चउर्वास अज्ज धम्मे, एगुणचालीस भद्गुत्ते अ । सिरिगुत्ति पनर वइरे, छत्तीसं एव पणचुलसी ॥ तेरस वासा सिरिअज्जराक्खिए वीस पूसमित्तस्स । इत्थय पणहिअ छसरासु सागसंवच्छरुप्पत्तो ॥
પ્રભુ મહાવીરના પટધર સિવાય નીચે પ્રમાણેનાં સમર્થ જૈનાચાર્યોએ જૈન ધર્મની પ્રભાવના ગજવી હતી. રાજામહારાજાઓને પ્રતિબધી જન ધમ બનાવ્યા હતા.
સમર્થ જૈનાચાર્યોએ બજાવેલ સેવાની અમર ગાથારૂપે અલ્પાયુષિ મનક મુનિ નિમિતે દશવૈકાલિક નામના સૂત્રની રચના થઈ. જે સૂત્ર આજે સમર્થ મુની મંડળ માટે આચાર દર્શક અને ઉચ્ચ કોટીનું ગણાય છે. ત્યાર પૂર્વે ઓશવાળ અને શ્રીમાળી જનની ઉત્પત્તિ થઈ. મહાવીર નિર્વાણ પછી ૭૦ વર્ષે, પાર્શ્વનાથ સાધુના સંતાનીયા સાધુઓમાંથી છઠ્ઠી પાટે શ્રીરત્નપ્રભસૂરીએ ઉકેશપટન નામના નગરમાં પ્રભુ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, અને એશિયા નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધી ઓશવાળ જૈનોની સ્થાપના કરી. અને શ્રીમાળ નગરમાં શ્રીમાળી જૈનોની સ્થાપના કરી.
(૨)
ગૌ દેશમાં ચણક નામના ગામમાં મહાન અર્થશાસ્ત્રી પંડિત ચાણક્ય થયો. જેણે વીર નિર્વાણ ૨૧૭ માં મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત નામના રાજકુમારના હાથે કરી.
મગધ સામ્રાજયના પાટલી પુત્ર નગરમાં આ મૌર્યવંશી ક્ષત્રિય રાજ્ય કુટુંબે ત્યાર પછી ૧૬૦ વર્ષ રાજય કર્યું.
આ રાજ્યના કીર્તિસ્થંભ રૂપે તેના સંસ્થાપક મહારાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર-૨૫શોક-મહારાજા સંપ્રતિ વિગેરે નવે રાજવીઓમાંથી મહારાજા સંપ્રતિ જાતિસ્મરણીય જેન રાજી થયા. અશે કે બહુધાએ બૌદ્ધ ધર્મનું પાલન કર્યું. ચંદ્રગુપ્ત અને બિંદુસારે દહીં દુધની માફક બંને ધર્મમાં પગ રાખ્યો.