SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિશ્વર અને સમ્રાટ ] પુરતી રીતે ચારે દિશાઓ થશે જેની ખાતરી રાખશે સુરિદેવ આપ પુણ્ય પ્રવૃત્તિથી આ કાર્ય સિદ્ધ હાથ ધરે, એવી મારી આપને તેમજ આપના મુનિમંડળને નમ્રતાભરી વિનંતિ છે. આ જ્ઞાન ભંડાર અંગે તે ગુજરરાજે જીવન હોડમાં મુકી બાર બાર વર્ષને રણુ રંગ ખેલી માલવને જ્ઞાનભંડાર જનાચાર્યોના સુસ્ન મુજબ હસ્તગત કર્યો છે તે જરૂર દેવ? હવે ત્વરીતતાથી અણમોલ ગુર્જર ગ્રંથની રચના થવી જોઈએ. આચાર્યદેવ ધર્મભૂમિની સેવા અર્થે તેમજ ધર્મદત અને પ્રચારાર્થે તે અમોએ ભેખ લીધે છે. રાજન? “આપ તે માત્ર ગુજરાતના અક્ષરદેહની ફીકર કરે છે પણ તેનાથી ગુજરભૂમિના સ્થલદેહના ચિંતનની ખાસ આવશક્યતા છે.' “મહારાજ ? ગુજરાતની લીલીવાડી, કામઘેનુ સમરસાળભૂમિ, કલ્પવૃક્ષ સમ વેપાર ઉદ્યોગ, અને ધનસંપતિથી ગુજરાતને તૃપ્ત કરનાર ગુજરાતનું વહાણવટું, એ વર્તમાન સમસ્ત વિશ્વમાં એટલું બધું તે આકર્ષક ને ઉપગી છે કે, જેના અંગે ન્યાયશીલ દેશના રાજવીઓ તેમજ વિદેશીઓના મનમાં ગલગલિયા થયા કરે છે. તેનુ કેમ ? તે તરફ આપે દુષ્ટીપાત કર્યો છે ખરો ! આપણી આ આબાદી ટકાવી રાખવા ગુજરાતને એવા શેત્રુંજના દા ખેલવા પડશે કે, જેમાં દેશના રક્ષણાર્થે ભાડુતીઓ મુદલ:કામમાં નહી આવે. શસ્ત્રબળ, અસ્ત્રવિધ્યા, યુદ્ધવિધા, વ્યુહરચના કૌશલ્યતા, પટાબાજી, નિર્ભયતા, બ્રહ્મવિધા, વ્યહવારવિધ્યા, પવિત્ય તેમજ અર્થશાસ્ત્ર વગેરેના શિક્ષણાર્થે. તાલીમબધ વર્ગો જાગ્રતથી તૈયાર રાખવા પડશે. તે પર તે વિચાર કરો. રાજન? માલવની છત તો આપના માટે આવાહન રૂપ છે. જેમને જેમને અવંનિપતિ વિક્રમાદિત્ય રાજવીનું બિરૂદ ધારણ કરી. જીવનના જોખમે માલવને છ છે. તેવા દરેક વિજેતા રાજવીના ઇતિહાસ તરફ દષ્ટિપાત કરશે તે આપને સમજશે કે, વિજ્ય પછી રક્ષણ અને રાષ્ટ્રોઉદ્ધાર અર્થે રાજવીએ રાજ્યના સેવક બની પ્રજા કલ્યાણમાંજ જીવન પસાર કરવાનું રહે છે. તે તેજ પ્રમાણે અને તેજ રાજમાર્ગો આપે હવે જીવન પસાર કરવાનું રહે છે. રાજયના સેનાપતિઓ, શિષ્ટ ૫ ડી, અને શાસ્ત્રીઓની સલાહથી યોગ્ય અભ્યાસ કમ નકકી કરવો જોઈએ. ગુજરાતની વિધ્યાપીઠ અને પાઠશાળાનાં પાઠય પુસ્તકમાં સુધારે કર જોઈએ. જેથી આજને ગુર્જર વિધ્યાર્થી ભવિષ્યને મહાન તેજસ્વી નરન બની શકે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy