SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ~ ~~ ગુજરાતમાં રાજગાદીની સ્થાપના શ્રી, શિલગુણસૂરિની અપૂર્વ સેવા મહારાજા જયશિખર જ્યારે ગુજરાતના પંચાસર નગરમાં રાજ્ય કરતા હતા ત્યારે દક્ષિણ પ્રાંતનાં કલ્યાણનગરમાં ભુવડ નામે રાજા રાજ્ય કરતે હતો. આ ભુવડે નીતિવાન અને દયાળુ એવા જયશિખરની અતુલ સંપત્તિ અને ઉજજવળ કીતિ કવિઓના મુખેથી સાંભળી હતી, તેથી તેણે પંચાસર સર કરવા ચઢાઈ કરી અને પંચાસર પર ઘેરો ઘાલ્યો. આ સમયે જયશિખર ઘણુજ બહાદુરીપૂર્વક લડશે; પરંતુ છેવટે મરા. તે વખતે તેને સાળો સૂરપાળ જયશિખરની રાણી રૂપસુંદરી જે ગર્ભવતી હતી તેને લઈ વનમાં રક્ષણથે ગયે. ત્યાં રાણીએ સુસ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો, જેનું વનરાજ નામ રાખવામાં આવ્યું. આ સમયે વઢીયાર દેશમાં (શીલાંગાચાર્ય) શિલગુણુસૂરિ નામે એક પ્રાભાવિક આચાર્ય વિચરતા હતા. એક સમયે તેઓ દેહચિંતા માટે વનમાં નિત્યનિયમ પ્રમાણે ગયા હતા. ત્યાં એક ઝાડ સાથે મળી લટકેલી તેમના જેવામાં આવી. તપાસ કરતાં તેમને સમજાયું કે, જે બાળક આ ઝોળીમાં સૂતેલે છે તે તેજસ્વી–શુભ રાજલક્ષણયુકત છે. તેમજ આ વૃક્ષની છાયા પણ તેના પરથી ખસતી નથી. તે પરથી સુરિશ્વરજીને પિતાના જ્ઞાનના બળે સમજાયું કે, આ બાળક કોઇ મહાન પ્રાભાવિક પુરુષ થવાનો છે. એટલામાં ત્યાં પાસેની ઝાડીમાંથી બાળકની માતા રૂપસુંદરીએ આવી આચાર્યદેવને નમન કર્યું. અને ચોધાર અશ્રુપ્રવાહ વચ્ચે તેની દાસી વીરમતીએ રાજમાતાને સઘળે દુઃખદત્તાંત સૂરિશ્વરજીને વિનયપૂર્વક જણાવ્યું. લક્ષણશાસ્ત્રના જ્ઞાતા આ સુરિજીએ વનરાજનાં શારીરિક લક્ષણે જોઈ રાણીને ધીરજ આપતાં કહ્યું કે, હે રાજમાતા ! તમે જરાય ગભરાશે નહિ. આ તમારે પુત્ર “ગુજરાતને નાથ થશે, અને ધર્મનાં ઘણાં કાર્યો કરશે. આ સાંભળી રૂપસુંદરીને ઘણો જ આનંદ થયે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy