SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં રાજગાદીની સ્થાપના * ત્યારબાદ ગુરુદેવ ત્યાંથી ઉપાશ્રયે ગયા. અને રાજકુમાર તેમજ તેની માતાને જૈનસંધ મારફતે પૂરત આશ્રય અપાવ્યો. જયાં તેઓનું પાલનપષણ થવા લાગ્યું. વર કુમાર લગભગ ૧૫ વર્ષને થતાં રાજકુમાર વનરાજને મૂરિશ્વરજીએ ઉચ્ચ કોટિની રાજવંશી કેળવણી આપી ધર્મપ્રેમી બનાવ્યો. સશુરુના સત્સંગમાં રહી વીરકુમાર પણ ભીની માફક અજોડ બાણાવળી બને; એટલું જ નહિ પણું બચપણમાંથી વનવાસીઓ માફક હિંમતવાન, બહાદુર અને વનરાજના ઉપનામને દીપાવનાર વીરામાં બન્યો. રૂપસુંદરી કુમારને લઈ પિતાને ભાઈ સુરપાળ જે વનમાં રહેતું હતું ત્યાં ગઈ. આ સમયે સુરપાળ, ભુવડનાં રાજયમાં ભેદી પહાડી વનમાં રહી, ભીલેની સહાયતાથી રાજયને હેરાન કરી રહ્યો હતો, વનરાજને પણ તે જ જોઈતું હતું. આથી તે પણ મામાના કાર્યમાં મદદગાર બને. એક સમયે વનરાજ વનમાં ભેજન કરવા માટે બેઠો હતો. આ સમયે ઘી નહિ હોવાથી તેણે પિતાના માણસોને ચારે દિશામાં ઘી માટે મોકલ્યા. તેમાં એક દિશામાં જતાં વનરાજનાં માણસને ચાંપરાજ નામના એક વાણિયાનો ભેટો થયે. આ વણિક પાસે ઘીના ઘાડવા હતા. તેને વનરાજ પાસે લાવવામાં આવ્યો. વાણિયાએ વનરાજને જોતાં જ જાણ્યું કે, આ કોઈ રાજયલક્ષણવાળો પ્રાભાવિક ભાગ્યાત્મા છે. એની પાસે માણસો ઘણું છે. અને હું એકલો છું. તેથી તેણે આનાકાની ર્યા સિવાય કહ્યું કે હે મહારાજ ! આ ઘી આપનું જ છે. માટે જોઈએ તેટલું લ્યો એમ કહી તેણે વનરાજને ઘી આપ્યું. વનરાજે તે વણિકને તેના ઘીની કિંમત કરતાં બમણો માલ આપી સંતળે. આ સમયે તે વણિકે વિચાર્યું કે આ તે મને ઘણો જ લાભ થશે. પછી વનરાજે આ વણિકની ચતુરાઈ જોઈ તેને કહ્યું કે, જો તું મારે પ્રધાન થઈને રહે તે તારી હું યોગ્ય કદર કરીશ, વણિકે તે વાત કબૂલ કરી. અને એ જ પ્રધાન થયો. તેવામાં ભુવડના માણસો ગુજરાતમાંથી બંડ ઉઘરાવી ચોવીસ લાખ સોનામહોરે, ચારસો ઘડા, અને હાથીઓને લઈ ગુજરાતથી દક્ષિણ તરફ જતા હતા. તેઓને વનરાજે પોતાના પ્રધાન અને ભીલેની મદદથી લૂંટી લીધા. ત્યારબાદ આ દ્રવ્યથી વનરાજે ભટું લશ્કર ઊભું કર્યું. અને લશ્કરની મદદથી તેણે કેટલાક રાજાઓને જીત્યા. ભુવડે વનરાજને પ્રબળ સત્તાધીશ થએલે જાણ સતાવ્યો નહિ. આમ ગુજરાતનો પ્રદેશ વનરાજનાં હાથમાં આવ્યો. પછી તેણે નગર વસાવવાનો વિચાર કર્યો, એટલામાં તેના પ્રધાનને એક ભરવાડે આવી જણાવ્યું કે “તમને નગર વસાવવા હું એક ઉત્તમ ભૂમિ બતાવું.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy