________________
આ વિચિત્રતાનું કારણ શું ? એક જીવ સુખી છે. બીજો જીવ દુઃખી છે. આ વિચિત્રતાનું કારણ શું ? એક જીવ આંખે જોઇ શકે છે. બીજો જીવ અંધ છે. આ વિચિત્રતાનું કારણ શું ?
કોઇ જીવ માણસ બને છે, કોઇ જીવ જાનવર બને છે, કોઇ જીવ દેવ થાય છે અને કોઇ જીવ નરકમાં જાય છે.
આ વિચિત્રતાનું કારણ શું ?
કોઇ જીવના શરીરમાં અનેક રોગો થાય છે. કોઇ જીવનું શરીરનીરોગી રહે છે. આ વિચિત્રતાનું કારણ શું ?
કોઇ જીવ પાસે અઢળક સંપત્તિ છે. કોઇ જીવને ખાવાનાં ય ફાંફાં છે. આ વિચિત્રતાનું કારણ શું ? એક માણસ બુદ્ધિશાળી છે. બીજો માણસ મૂર્ખ છે.
આ વિચિત્રતાનું કારણ શું ?
એક જ દવા અને ડોકટર હોવા છતાં એક માણસ બચે છે અને બીજો મરી જાય છે. આ વિચિત્રતાનું કારણ શું ?
યુદ્ધમાં એકની જીત થાય છે અને બીજાની હાર થાય છે.
આ વિચિત્રતાનું કારણ શું ?
બજા૨માં તેજી આવે છે ત્યારે કોઇ અબજપતિ બને છે, કોઇ કરોડપતિ બને છે અને કોઇ લખપતિ બને છે.
આ વિચિત્રતાનું કારણ શું ?
સુખી માણસ દુઃખી થઇ જાય છે. દુઃખી માણસ અચાનક સુખી થઇ જાય છે. આ વિચિત્રતાનું કારણ શું ?
આ બધી વિચિત્રતાઓનું મુખ્ય કારણ એક જ છે-જીવોના તે તે પ્રકારના કર્મો. બધા આત્માઓ સ્વરૂપે એક સરખા હોવા છતા કર્મને લીધે આ બધી વિચિત્રતાઓ થાય છે. સ્ફટિક એક સરખા હોવા છતાં તેમની પાછળ જેવા રંગના કાગળ મૂકાય તેવા રંગના તે દેખાય છે. કપડા એક સરખા હોવા છતાં તેમની ઉપર જેવો રંગ કરાય તેવા રંગના તે દેખાય છે. તેમ બધા આત્માઓ એકસરખા હોવા છતાં જેવા કર્મોનો ઉદય થાય તેવા ફળો મળે છે. આમ સંસારની વિચિત્રતાઓ ઉપરથી કર્મોની સિદ્ધિ થાય છે.
૨
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...