________________
| શ્રી સીમંધરસ્વામિને નમઃ | 7 શ્રી પ્રેમ-ભુવનભાનુ-પં.પવવિજય-જયઘોષ-હેમચન્દ્રસૂરિ ગુરૂભ્યો નમઃ |
જૈન દર્શનનો કર્મવાદ
(કર્મની સિદ્ધિ એક ભાઇ દાદરા ઉતરતા પગથીયું ચુક્યા. તે પડ્યા, તેમને માથામાં વાગ્યું. તેમને બ્રેઇનહેમરેજ થયું અને ત્યાં ને ત્યાં મરી ગયા.
ચાર વરસનો એક છોકરો ચોથા માળની ગેલેરીમાંથી નીચે પડ્યો. છતાં તે બચી ગયો. તેને થોડું ફ્રેકચર થયું અને ટાંકા આવ્યા, પણ બીજી કોઇ ઇજા ન થઇ.
આ વિચિત્રતાનું કારણ શું ? એક ભાઇ સ્કુટર ચલાવતા હતા. બીજા ભાઇ સાઇડકારમાં બેઠા હતા. ગાડી સાથે ઠોકર લાગી. બન્ને ભાઇઓ સ્કુટરમાંથી પોતપોતાની સાઇડમાં પડ્યા. સ્કુટર ચલાવનારની ઉપર પાછળથી ધસમસતું આવતું ટેન્કર ફરી વળ્યું અને ત્યાં જ એ મરી ગયા. સાઇડકારમાં બેઠેલ ભાઇ પડ્યા પણ પાછળથી કોઇ વાહન આવતું ન હતું. તેથી તે બચી ગયા. તેમને એક ઉઝરડો પણ ન પડ્યો.
આ વિચિત્રતાનું કારણ શું ? એક જ બજારમાં બાજુ બાજુમાં એક સરખો માલ વેચતી બે દુકાનોમાં એકને ધીકતી જોરદાર કમાણી થાય છે અને બીજાને નુકસાન થાય છે.
આ વિચિત્રતાનું કારણ શું ? જગતમાં જન્મથી જ એક જીવ શેઠ બને છે અને બીજો જીવ નોકર બને છે.
આ વિચિત્રતાનું કારણ શું? એક માણસ ઘણું કામ કરે છે, પણ અપયશ પામે છે. બીજો માણસ કશું કામ કરતો નથી છતાં તેને યશ મળે છે.
આ વિચિત્રતાનું કારણ શું ? એક માણસ ગમે તે ખાવા છતાં તંદુરસ્ત રહે છે. બીજો માણસ સાચવી સાચવીને ખાય છે, છતાં માંદો ને માંદો જ રહે છે.
આ વિચિત્રતાનું કારણ શું ? પુણ્યના બળ પર દરેક વખતે સફળતા મેળવનારો માણસ અચાનક જ ગણતરી મુજબ વેપાર કરવા છતા બધું જ ગુમાવી દે છે. વિશ્વસંચાલનનો મૂલાધાર હC )