________________
આપોઆપ થાય તો પાણીમાંથી આગ કેમ ઉત્પન્ન થતી નથી ? અને ભગવાનની મરજી માનીયે તો ભગવાન તો કરૂણાસાગર છે. એ આ જગતને દુ:ખી શું કામ બનાવે ? ત્રીજી વિચારધારા જૈન ધર્મની છે. કાર્ય છે તો કારણ અવશ્ય હોવું જોઇએ. Cause and effect થીયરી ! માટે જ, તમામ વિષમતાઓનું કારણ કર્મ માનવું જોઇએ. અનંત તીર્થકરોએ કર્મને કારણ માની એ કર્મના નિવારણનો ઉપાય બતાવ્યો છે, અને સર્વથા કર્મમુક્ત સિદ્ધિગતિનું સ્થાન દર્શાવ્યું છે.
પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ કર્મસિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઇએ તેમ માન્યું છે. ટીચિંગ બિયડ યોગા” માં પોલ બ્રટન કહે છે.
"Although Karma is really a scientific law, it was appropriated by the asiatic religions as well as by the pegan faiths of primitive Europe. It lived in christian faith for five hundred years after Jesus. Then a group of men, the council of constantinopsle banished it from the christian teaching.
The west has great need for the acceptance of karma and rebirth because they make men and nations ethically self responsible. We can ignore karma but it never ignores us. Just as traffic police officer.
ગમે તેવા ડુંગર જેવા મોટા દુઃખો આવી પડે તો પણ સમાધિ અકબંધ રાખી શકાય...એ કોના જોરે ? કહો કર્મવાદથી ! કર્મસિદ્ધાંતને સમજેલી મયણાસુંદરીનું ચરિત્ર સર્વવિદિત જ છે. આપણા જ ઘરની વાતોથી આપણે અજાણ ન રહી જઇએ તે આશયથી કર્મવાદ વિશે આ પુસ્તક વિદ્વાન લેખક મુનિશ્રી રત્નબોધિવિજયજીએ લખેલ છે. ખૂબ ખૂબ વર્ષો પૂર્વે દાદા પ્રેમસૂરીશ્વરજીએ શ્વેતાંબર-દિગંબર ગ્રંથોનું ઊંડું પરિશીલન કરાવી પોતાના શિષ્યો પાસે કર્મના ૨૦ ગ્રંથો લખાવ્યા. એમાં મારા ગુરૂદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાએ અવગસેઢી (બર્લિન યુનિ. ના પ્રો. કલાઊજ બ્રેન દ્વારા પ્રશસિત) મૂલાયડીબંધો, ઉપશમનાકરણ, દેશોપશમના અને ઉદયસ્વામિત્વ ગ્રંથોનું લેખન સંસ્કૃતપ્રાકૃતમાં કરેલ.
પ્રસ્તુત પુસ્તક “જેન કર્મવાદ'માં કર્મની સિદ્ધિ, કર્મનું સ્વરૂપ, ભેદપ્રભેદ, બંધ-ઉદય-ઉદીરણા-આઠ કરણ, અબાધાકાળ, કર્મજ્ઞાનની ફળશ્રુતિ આદિ લીધેલ છે. જૈન ધર્મનો જ્ઞાનવારસો આવા ગ્રંથોમાં સચવાતો હોય છે-“ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ'માં જૈન ધર્મનો અગાધ જ્ઞાનદરિયો સરળભાષામાં વધુને વધુ ઠલવાય તેવી આશા સાથે વિરમું છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્...
ગુરૂપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર
ગુણરત્નસૂરિચરણરજ વિજયરશ્મિરત્નસૂરિ...