________________
जयउ सव्वण्णुशासणम्
પરમ તારક વિતરાગ પરમાત્માનું, આ શાસન સદા જય પામો. સર્વજ્ઞ સર્વદર્શી સર્વોપકારી પ્રભુનું, શાસન સદા જય પામો. સર્વ કલ્યાણકર સિદ્ધાંતોના પ્રરૂપક, તીર્થંકરો સદા જય પામો.
વિરાટ વિશ્વમાં અનેક દર્શનો અસ્તિત્વમાં હતા, છે અને રહેશે. છતાં આટલું તો ડંકે કી ચોટ કહી શકાય, “જૈન દર્શન સા કોઇ નહીં. બીજા દર્શનો તળેટીએ છે તો જૈન દર્શન શિખરે’ આવું કહેવાનો આશય એક માત્ર આ જ છે કે આ સર્વજ્ઞ પ્રરૂપિત છે માટેતો ત્રિકાલાબાધિત છે.
જૈન દર્શનના સિદ્ધાંતોમાં સ્યાદ્વાદ અને કર્મવાદ તો સિમ્પલી અનકપેરેબલ છે. વિશ્વમનીષાને આ વાતનો સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. આ બન્ને વાદોને સમજે તો જગતમાં ક્યાંય વિવાદ જેવું રહે જ નહિ, બધે સંવાદ પ્રગટે.
પ્રસ્તુતમાં “વિશ્વશાંતિનો મૂલાધાર (જૈન દૃષ્ટિએ કર્મવાદ)'' પુસ્તક પ્રકાશનનો અવસર છે, પૂજ્યપાદ કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાંતમહોદધિ ભગવાન આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન ન્યાયવિશારદ વર્ધમાન-તપોનિધિ સ્વનામધન્ય દાદાગુરૂદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના માનસ સ્વપ્નને સાકાર કરતી ‘ભુવનભાનુ પદાર્થ પરિચય શ્રેણી' ને તૈયાર કરવા પૂજ્ય ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના આદેશથી વિદ્વાન પંન્યાસ શ્રી સંયમબોધિ વિ.મ. એ કમ્મર કસી, સમુદાયના વિદ્વાન મહાત્માઓને આહ્વાન આપ્યું, સહુ હોંશથી જોડાયા અને ભગીરથ કાર્યનો શુભારંભ થયો. લેખક મહાત્માઓનો સંપર્ક કરવો, લેખો મંગાવવા, સંશોધન કરાવવું, મુફો તપાસવા...આદિ આદિ અનેક કાર્યોનો સરવાળો એટલે ગ્રંથ પ્રકાશન ! આ બધા સાથે પ્રવચનાદિની જવાબદારી વહન કરવી...કેટલું કપરું કામ છે તે સમજી શકાય. પંન્યાસજી મ.સા. ને લાખ લાખ ધન્યવાદ !
ગ્રંથવિષય :
કર્મની વાત ઘણા ગ્રંથોમાં આવે છે. કોઇ કર્મને ક્રિયા- Action માને છે. જૈનદર્શન સુખ-દુઃખની પ્રાપ્તિનું કારણ કર્મ કહે છે. ધર્મથી સુખ અને પાપથી દુઃખ માને છે, પણ પ્રશ્ન એ થશે કે ધર્મ તો આજે કર્યો અને સુખ પછી કે આવતા ભવે મળે ? વચ્ચે કઇ પ્રોસેસ ચાલે છે ? ધર્મથી પુણ્ય કર્મ બંધાય છે અને અધર્મથી પાપકર્મ બંધાય છે અને આત્મા સાથે પ્રકૃતિ, રસ, પ્રદેશ, સ્થિતિબંધથી જોડાયેલ એ કર્મ વિપાકોદય આપે છે. આ સીધી અને સાદી Process બેસી જાય તો ભયો ભયો !
આ જગતુમાં જે કાંઇ વિષમતાઓ દેખાય છે. એના સમાધાન માટે ત્રણ વિચારધારાઓ પ્રચલિત છે.
૧) અકસ્માતુ-વગર કારણે વિષમતા ઉભી થાય છે. ૨) ભગવાનની મરજીથી થાય છે. ૩) કર્મના કારણે ઉત્પન્ન થાય છે. જૈન દર્શન પહેલી બે વિચારધારાને માન્ય નથી કરતું, કારણ કે જો