________________
કર્મને માનવાના બીજા પણ અનેક કારણો છે. તે આ પ્રમાણે ૧. વૃદ્ધશરીરની પૂર્વે યુવાશરીર હોય છે. યુવાશરીરની પૂર્વે બાળશરીર હોય
છે. બાળશરીરની પૂર્વે ક્યું શરીર હોય છે ? જીવ પૂર્વભવનું શરીર તો મૂકીને આવ્યો છે. આ શરીર શેનાથી ઉત્પન્ન થયું ? શરીરનો રચનાર આત્મા તો બધાનો સરખો છે, છતાં શરીર જુદા જુદા હોવાનું કારણ વિવિધ પ્રકારના કર્મો જ છે. માણસ મૂડીના આધારે પેઢી, કારખાનું, દુકાન નાંખે છે. એક માણસ મારકેટમાં હોલસેલની દુકાન નાંખે છે, બીજો માણસ મીલ નાંખે છે, ત્રીજો માણસ રીટેલની દુકાન નાંખે છે, ચોથો માણસ રેકડી ફેરવે છે. તેમ જીવ પણ પૂર્વના કર્મની મૂડીના હિસાબે શરીર બનાવે છે. જેવા કર્મ હોય તેવું શરીર બને છે. બધા જ જીવો કેમ રૂપાળુ શરીર બનાવતાં નથી, કેમ મજબૂત શરીર બનાવતાં નથી ? કારણ એ છે કે ઇચ્છા મુજબ શરીર બનતું નથી. કર્મો મુજબ શરીર બને છે. હોંશીયાર વેપારી પણ મૂડી વિના શું કરે ? આ શરીર પણ બીજા શરીરની મદદથી બન્યું છે. તે શરીર એટલે કાર્મણશરીર એટલે આત્મા ઉપર લાગેલા કર્મોનો સમુદાય. જીવ પૂર્વભવમાંથી એ શરીરને સાથે લઇને આવે છે અને આ
ભવમાંથી એ શરીરને સાથે લઇને પરભવમાં જાય છે. ૨. પૂર્વભવનું શરીર છોડ્યા પછી કર્મ ન હોય તો જીવ મોક્ષમાં જાય, પણ
પૂર્વભવનું શરીર છોડ્યા પછી આપણને નિયત સ્થળે-અમુક દેશમાં, અમુક ગામમાં, અમુક કુળમાં, અમુક ઘરમાં કોણ લઇ આવ્યું ? આપણને નિયત
સ્થળે જન્મ કોણે આપ્યો ? જવાબ છે-કર્મે. ૩. ખેતીનું ફળ અનાજ છે, તેમ મન-વચન-કાયાની ક્રિયાઓનું ફળ હોય જ.
તે તાત્કાલિક દેખાતું નથી અને તે ફળ એટલે કર્મ, કર્મ ન હોય તો દાન વગેરે અને મહાત્માઓના ચારિત્ર વગેરે નિષ્ફળ જાય. આંબા ઉતાવળથી પાકતા નથી. અનાજ વાવ્યા પછી તરત ઉગતું નથી. દિવેલ પીધા પછી તરત જુલાબ થતા નથી. કાળ આવે બધું થાય છે. તેમ પુણ્ય-પાપની ક્રિયા તાત્કાલિક ફળ આપતી નથી, પણ તેથી તે નિષ્ફળ નથી. કાળે દરેક વસ્તુ
ફળ આપે છે. તેમ કર્મ પણ કાળ પરિપકવ થાય ત્યારે ફળ આપે છે. ૪. મોટા પાપ કરનારને શું ફળ મળે છે? હજારો ખૂનો, યુદ્ધ વગેરે કરનારાને પણ કોર્ટ ફાંસીથી વધારે શું સજા કરવાની ? તો કુદરતનો નિયમ નકામો જાય. ના, તે પાપોના ફળ પણ ભોગવવા પડે છે અને તે કર્મના આધારે ભોગવાય છે. કર્મો ક્રમશઃ ગોઠવાઇ જાય છે અને ભવાંતરમાં ક્રમશઃ ફળ આપે છે. આ અને આવા બીજા અનેક કારણો ઉપરથી પણ કર્મની સિદ્ધિ થાય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૩
b)