SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધરતીના રસકસ વધે છે. વાંઝિયા વૃક્ષો ફળવા લાગે છે. ગાયોના દૂધ, વૃક્ષોની અને છોડોની ફળદ્રુપતા આદિ વધવા લાગે છે. લોકમાનસ પણ નિર્મળ થવા લાગતા અપરાધો ઘટવા લાગે છે. જન્મકલ્યાણક ઉત્તમ-શુભ દિને મધ્યરાત્રિએ સર્વશુભગ્રહો ઉચ્ચસ્થાનમાં હોય ત્યારે માતા સુખપૂર્વક પ્રભુને જન્મ આપે છે. જન્મસમયે લોહી વગેરેની અશુચિ હોતી નથી અને સહજ શુદ્ધ જન્મ થાય છે. ત્રણે લોકમાં બધે અજવાળા ફેલાય છે. અંતર્મુહૂર્ત સુધી નરકના જીવોને પણ સુખની અનુભૂતિ થાય છે. આનંદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નોના, સોનાના અને રૂપાના આભરણોની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. જયજયકારના નાદથી ભરાતી દિશાને હાથ વગર જ વાગતી દેવદુંદુભી મીઠો સાથ આપે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગંધી અને શીતલ વાયુ વાય છે. પંખીઓ પ્રદક્ષિણા કરતા જયજયકારનો નાદ કરે છે. [ ત્રિષષ્ટિ પ્રથમ પર્વના આધારે ] ૫૨માત્માનું સૂતિકર્મ કરવા અધોલોકવાસિની ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા નામની આઠ દિશાકુમારિકાઓ સિંહાસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાન દ્વારા પ્રભુજીનો જન્મ થયો જાણી આનંદથી આવી ત્રણ પ્રદક્ષિણા કરી સ્તુતિપ્રાર્થના કરી ‘અમે પ્રભુના પ્રભાવથી તેમનો મહિમા કરવા આવ્યા છીએ તેથી ગભરાયા વિના અમને અનુજ્ઞા આપો'-એમ અનુજ્ઞા માંગી પૂર્વદિશાસન્મુખ ૧૦૦૮ થાંભલાવાળું પ્રસૂતિગૃહ બનાવી-તેની આસપાસના એક યોજનની ભૂમિમાંથી સંવર્તવાયુ દ્વારા કાંટા-કાંકરા વગેરે દૂર કરી દે છે. ત્યારબાદ ઊર્ધ્વલોકની મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષેણા અને બલાહિકા નામની આઠ દિશાકુમારીઓ સુગંધી પાણીની વૃષ્ટિથી બધી ધૂળને શાંત કરી દે છે. અને ઢીંચણ સુધીનો પગ ખૂંચી જાય તેવી પંચવર્ણના સુગંધી પુષ્પોની વિવિધ રચનાઓવાળી વૃષ્ટિ કરી ધન્ય બની જાય છે. ત્યારબાદ રુચકપર્વતના પૂર્વભાગથી-નન્દા, ઉત્તરનન્દા (નન્દોત્તરા), આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ ૨૩
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy