SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભરેલો, મોજાની થપાટથી પાણીના ફીણને પ્રસરાવતો મહાસાગર, ૧૨) અત્યંત તેજસ્વી દિવ્ય દેવવિમાન અથવા નયનરમ્ય ભવન [દેવલોકમાંથી પધારતા પ્રભુજીની માતા દેવવિમાન જુએ, નરકમાંથી પધારનાર પ્રભુજીની માતા ભવન], ૧૩) વિવિધ પ્રકારના અને વિવિધરંગી બહુમૂલ્ય રત્નોનો આભને આંબતો વિરાટ ઢગલો અને ૧૪) સતત ઘી અને મધથી સિંચાઇ રહેલા ધુમાડા વિનાની પીળી જ્વાળાઓવાળો અગ્નિ... આવા ચૌદ મહાસ્વપ્નો દ્વારા પોતાની પધરામણીનો સંકેત આપનાર પ્રભુને ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન પહેલેથી હોય છે. પ્રભુજી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હોતી નથી કે અતિબિભત્સ અશુચિ(ગંદકી)માં આળોટવાનું હોતું નથી. માતાને પણ ગર્ભધારણની કોઇ વેદના કે પેટ ઉપસવારૂપ વિકૃતિ હોતી નથી. ગૂઢગર્ભા માતાના રૂપ, સૌભાગ્ય, તેજ, બુદ્ધિ, બલ આદિમાં અનેકગણી વૃદ્ધિ થાય છે, સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, મન-વચનકાયાના યોગો શુભ થઇ જાય છે, ગુણોમાં ખૂબજ વૃદ્ધિ થાય છે, સહજ ઔચિત્યપાલન આદિના પ્રભાવે માતા સહુને પ્રિય બને છે, સહુ સ્વજનો તરફથી પુષ્કળ બહુમાન પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ થાય છે. ગર્ભકાળના છઠ્ઠા માસે ઉત્તમ મનોરથો (દોહલાઓ) ઉત્પન્ન થાય છે જેને રાજા તરફથી સર્વ રીતે પૂર્ણ કરવામાં આવે છે. પ્રભુના પિતાજીની પણ સર્વઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિથી, સંપત્તિના સમાગમથી અને વિપત્તિઓના નિવારણથી બધી જ રીતે ઉન્નતિ થાય છે. ક્યાંય પરાભવ થતો નથી, બધા જ રાજાઓ આશાસ્વીકારપૂર્વક નમે છે તેથી ચારે દિશામાં યશકીર્તિ ફેલાવા માંડે છે. પ્રભુજીના મહાન પુણ્યોદયથી પ્રેરાયેલા તિર્ય ́ભક નામના કુબેરદેવતાના સેવકો ઇન્દ્ર મહારાજાના આદેશથી પૃથ્વીમાં દાટેલા માલિક વિનાના મહાનિધાનો ભગવંતના ગૃહમાં વરસાવે છે તેથી પિતૃકુલની સમૃદ્ધિ અકલ્પનીય રીતે વૃદ્ધિ પામે છે. સમગ્ર રાજ્યમાં પણ પ્રકૃતિ (કુદરત) સાનુકૂળ થઇ જાય છે. બધી જ નિષ્ફળતાઓ સફળતામાં, વિપત્તિઓ સંપત્તિમાં પલટાવા માંડે છે અને સર્વત્ર આનંદ આનંદ છવાઇ જાય ૨૨
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy