SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ભગવંતોના જીવનની સર્વસામાન્ય રૂપરેખા પાંચ કલ્યાણક (ષટપુરૂષચરિત્રના આધારે) જ્યાં સુધી જીવ મોક્ષમાં ન પહોંચે ત્યાં સુધી અવિરત જન્મમરણની પરંપરા ચાલુ જ રહે છે. ચારે ગતિમાં જીવોના જન્મમરણ Round the clock અનંતની સંખ્યામાં થયા જ કરે છે, પરંતુ તે તમામ જન્મમરણ આદિ અવસ્થાઓ મોટાભાગે સ્વપરને દુઃખી કરનારી હોય છે. જ્યારે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા-પવિત્રતા, પાત્રતા અને પ્રકૃષ્ટ પુણ્યાઇનો સુમેળ લઇને અંતિમ ભવરૂપે જ્યારે ધરતીને મંગલમય બનાવે છે તે ક્ષણ પણ મંગલમય, મહોત્સવમય અને મહાઆશ્ચર્યજનક બની જતી હોય છે... વિશ્વના અનંતજીવોનું અનંત કલ્યાણ કરવાની ક્ષમતા પોતાનામાં રાખીને બેઠેલી આ ક્ષણોને કલ્યાણક કહેવામાં આવે છે. ચ્યવન (ગર્ભાવતરણ), જન્મ, દીક્ષા આદિ તો અનેકના જીવનમાં આવતા જ હોય છે. પરંતુ દેવાધિદેવના જ આ પ્રસંગો કલ્યાણકારી, કલ્યાણની પરંપરાને ઉત્પન્ન કરનારા હોવાથી તેમને જ કલ્યાણક કહેવામાં આવે છે. ચ્યવનકલ્યાણક પૂર્વના ત્રીજા ભવમાં શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં (કે પૂર્વે બંધાયેલા આયુષ્યના પ્રભાવે ક્વચિત નરકમાં) ઉત્પન્ન થઈ ત્યાં વિરાગમય અવસ્થામાં આયુષ્ય પૂર્ણ કરી અંતિમ ભાવમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ-કુલ-વંશમાં ઉત્પન્ન થાય છે. તેમના અવતરણના પ્રભાવથી તેમની માતાને અત્યંત તેજસ્વી અને દિવ્યપ્રભાવસંપન્ન ચૌદ મહાસ્વપ્ન દેખાય છે. તે ચૌદ સ્વપ્ન- ૧) ચાર દંતશૂળયુક્ત સફેદ હાથી, ૨) સફેદ વૃષભ, ૩) કેસરી સિંહ, ૪) દિશાગજો (દિશાઓના હાથીઓ) દ્વારા અભિષેક કરાતા લક્ષ્મીદેવી- ૫) પંચવર્ણના પુષ્પોથી બનેલી વિશિષ્ટ સુગંધમય પુષ્પમાલા, ૬) પૂર્ણચંદ્ર, ૭) વિશ્વને પ્રકાશથી ભરી દેતો સૂર્ય, ૮) સુવર્ણના દંડ પર શોભતો સિંહના ચિહ્નવાળો વિરાટ ધ્વજ, ૯) મુખભાગ પર પુષ્પની માળાથી શોભતો લક્ષ્મીના ઘર સમાન પૂર્ણકળશ, ૧૦) હારબદ્ધ કમળ અને પાણીના તરંગોથી શોભતું પાસરોવર, ૧૧) મત્સ્ય-મગર આદિ જલચરોથી * ૨૧
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy