SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હાથમાં દર્પણ લઇ મંગલ ગીતો ગાતી પૂર્વમાં ઊભી રહે છે. રુચકપર્વતના દક્ષિણભાગથી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિશાકુમારીઓ હાથમાં કળશ લઇ દક્ષિણમાં ઊભી રહે છે. રુચકપર્વતના પશ્ચિમ ભાગમાંથી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિક્કુમારિકાઓ હાથમાં પંખો લઇ પશ્ચિમ દિશામાં ઊભી રહે છે. ઉત્તરરુચક પર્વતથી-અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ડ્રી નામની દિશાકુમારિકાઓ હાથમાં ચામર લઇ ઉત્તર દિશામાં ઊભી રહે છે. વિદિશાના-રુચકપર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સૌત્રામણિ નામની ચાર દિશાકુમારી આવી ચાર વિદિશામાં હાથમાં દીપક લઇ ઊભી રહે છે. ત્યારબાદ રુચક દ્વિપથી આવેલી રુપા, રુપાશિકા, સુરુપા અને રુપકાવતી નામની ચાર દિશાકુમારીઓ આવી પ્રભુજીની નાળ છેદી ખાડામાં દાટી વજ૨ત્નથી ખાડો ભરી ઉપર દૂર્વા દ્વારા પીઠિકા બનાવે છે. ત્યારબાદ પ્રભુના જન્મગૃહથી પૂર્વ-દક્ષિણ-ઉત્તર દિશામાં સિંહાસનયુક્ત ચાર પરસાળવાળુ કદલીઘર [કેળનું ઘર] બનાવે છે. પ્રથમ દક્ષિણ ઘરમાં પ્રભુજી અને માતાજીને લઇ જઇ સિંહાસન પર બેસાડી લક્ષપાક તેલથી માલિશ અને દિવ્ય ઉબટન દ્વારા શરીર ચોળે છે. પૂર્વના કદલીગૃહમાં સિંહાસને બેસાડી નિર્મળજળથી આભિષેક કરી દિવ્યવસ્ત્રોથી અંગ લૂછી ગોશીર્ષ ચંદનથી વિલેપન ક૨ી દેવદૂષ્ય વસ્ત્ર અને અતિકિંમતી આભૂષણો પહેરાવે છે, ત્યારબાદ ઉત્તરદિશામાં લઇ જઇ સિંહાસન પર બેસાડી સેવક દેવતાઓ પાસે લઘુહિમવંત પર્વત પરથી મંગાવેલા ગોશીર્ષચંદનના લાકડાઓનો હોમ કરી તેની રાખથી રક્ષાપોટલી બનાવે છે. પ્રભુના કાન પાસે બે પાષાણગોળાઓ અથડાવી ‘પર્વત જેવા દૃઢ આયુષ્યવાળા થાઓ' આવી ભાવભરી લાગણી વ્યક્ત કરે છે. અને છેલ્લે મૂળ પ્રસૂતિગૃહમાં પ્રભુજી અને માતાજીને લાવી માંગલિક ગીતો ગાય છે. તેજ વખતે સિંહાસન ચલાયમાન થવાથી પ્રભુના જન્મને જાણી ચોસઠ ઇન્દ્રો પોતાના પરિવાર સાથે મેરુપર્વત પર આવે છે. પ્રથમ દેવલોકનો માલિક, ઉત્કૃષ્ટ ભક્તિ અને ભાવનો સ્વામી સૌધર્મેન્દ્ર પ્રભુના જન્મગૃહે જઇ પ્રણામપ્રદક્ષિણા-સ્તુતિ કરી, માતાજીની અનુજ્ઞા લઇ એક રૂપથી છત્ર, બે રૂપથી ચામર ધારણ કરતા, એકરૂપથી વજને રમાડતા એક રૂપથી પ્રભુજીને પોતાના ૨૪
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy